Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો : ડેમ લેવલ 405 ફૂટે પહોંચ્યું

--મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાં પાણીની જળસપાટીમાં વધારો:હાલ ડેમની જળ સપાટીમાં વધુ 2 ફૂટનો વધારો થયો

મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાં પાણીની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં હાલ ડેમની જળ સપાટીમાં વધુ 2 ફૂટનો વધારો થયો છે. જેના લીધે ડેમ લેવલ 405 ફૂટે પહોંચ્યું છે. તેમજ હાલ ડેમમાં 42411 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. તેમજ ઉપરવાસમા પડી રહેલા સતત વરસાદને લઇ દિવસ દરમિયાન 2 થી 3 ફૂટનો વધારો કડાણા ડેમ થઈ રહ્યો છે.મહીસાગર નદીમાં 5 હજાર ક્યુસેક અને સુજલામ સુફલામ કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે.

 

(11:46 pm IST)