Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

બે થી વધુ બાળકો હોવાથી વરાછા ગ્રામપંચાયતના ઉપસરપંચને સભ્યપદેથી દૂર કરાયા

ચૂંટણી સમયે ઉમેદવા--ચૂંટણી સમયે ઉમેદવારીપત્ર માં પણ ત્રણ બાળકો હોવાની વાત છુપાવી હોવાથી આખરે સભ્ય પદ ગુમાવવું પડ્યુંરીપત્ર માં પણ ત્રણ બાળકો હોવાની વાત છુપાવી હોવાથી આખરે સભ્ય પદ ગુમાવવું પડ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતની વરાછા ગ્રામ પંચાયતના ઉપસરપંચને બેથી વધુ બાળકો હોવાને મામલે તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના સભ્યપદે થી દૂર કરતા ગ્રામ્ય વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ ની ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં વરાછા ગ્રામ પંચાયતમાં ભરતભાઈ ચીમનભાઈ માછીએ પણ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં સભ્યપદે ચૂંટાયા બાદ ઉપસરપંચ પણ બન્યા હતા પરંતુ ઉમેદવારી પત્રમાં ત્રણ બાળકો હોવાની વાત તેમણે છુપાવી હતી જે બાબતે વરાછાના રાજેશભાઈ ભુપત વસાવાએ પંચાયત અધિનિયમન મુજબ બેથી વધુ બાળકો હોય તે પંચાયત ચૂંટણી માં ઉમેદવારી ના કરી શકે પરંતુ ભારતભાઈ માછી કાયદાના અમલ બાદ ત્રણ બાળકો ના પિતા હોવા છતાં માહિતી છુપાવી ચૂંટણી લડી ગ્રા.પ ના સભ્યપદે ચૂંટાતા તેમનું સભ્યપદ રદ કરવા ડીડીઓ સમક્ષ રજુઆત કરતા ડીડીઓ અંકિત પન્નુ એ સમગ્ર મામલે તપાસ કરાવી ભરત માછી દોષિત જણાતા ટીડીઓ ને આ મામલે કાર્યવાહી કરવા આદેશ કરતા સુનાવણી બાદ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કમલેશ પટેલે વરાછા ગ્રા.પં ના ઉપસરપંચ ભરત ભાઈ માછી ને સભ્યપદે થી દૂર કરતા પંચાયત વર્તુળોમાં આ વાત ચર્ચમાં રહી હતી

 

(11:00 pm IST)