Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 40 કેસ નોંધાયાઃ કોરોનાના કેસની કુલ સંખ્યા 99,456 પર પહોંચીઃ વધુ 81 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જઃ અત્યાર સુધીમાં કુલ 98,580 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જઃ જયારે કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.

વડોદરાઃ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 40 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 99,456 પર પહોંચી ગઇ છે. વધુ 81 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 98,580 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 368 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 56 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી ઓક્સિજન અને 2 દર્દી વેન્ટિલેટર પર છે. હાલમાં શહેરમાં 160 લોકો ક્વોરન્ટીન છે.

વડોદરામાં અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, રામદેવનગર, સમા, સિયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા અને યુમુનામીલ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 21, ઉત્તર ઝોનમાં 9 અને દક્ષિણ ઝોનમાં 7 કેસ નોંધાયા છે.

(3:31 pm IST)