Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

મોડાસામાં જિલ્લા સહકારી સંઘ દ્વારા બાયડ એપીએમસીના સતત બીજીવાર ચૂંટાયેલા ચેરમેનનું સન્માન કરાયું

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ,મોડાસા ખાતે  અરવલ્લી જિલ્લા સહકારી સંઘની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જેમાં ગુજરાત સ્ટેટ એગ્રીક્લચર માર્કેટિંગ બોર્ડ ગાંધીનગરના  ડિરેક્ટર  અને જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર  બાબુભાઇ એમ.પટેલ(બાયડ) સતત બીજીવાર બાયડ એપીએમસીના ચેરમેન પદે ચૂંટાઈ આવતા આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની મળેલી આ બેઠકમાં તેમને અભિનંદન પાઠવીને  તેમનું ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ સહિત બોર્ડના ડિરેક્ટરો દ્વારા   સન્માન કરવામાં આવ્યું હતું.અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
   આ પ્રસંગે વાઇસ ચેરમેન ભીખાજી ડામોર, માનદમંત્રી જગદીશભાઈ પટેલ,ડિરેકટર શામળભાઈ પટેલ,રાજેન્દ્રસિંહ ભાટી,પંકજભાઈ એન. પટેલ,વિનોદભાઇ શાહ, ગુલાબચંદ પટેલ,રાજેન્દ્રકુમાર જે.પટેલ,હસમુખભાઈ પટેલ,  વગેરેએ   તેમનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ બેઠકનું સંચાલન એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જોશીએ કર્યું હતું.

(8:07 pm IST)