Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ટેપ અહેડ પોઝીટીવ મિડીયા દ્વારા વિરમગામ ખાતે ઘરે કરવામાં આવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

જન્માષ્ટમીની રાત્રિએ કૃષ્ણ જન્મ સમયે "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી ઘરમાં જ કરવા માટે સ્ટેપ અહેડ પોઝિટિવ મીડિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા દ્વારા વિરમગામ ખાતે ઘરેમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

  વિરમગામ ખાતે નીલકંઠ રો બંગલોઝમાં ઘરે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને નવા વાઘા પહેરાવી શણગાર કરવામાં આવ્યો હતા. ભાર્ગવ વાસુકિયા અને શિવાંશ વાસુકિયા શ્રી કૃષ્ણ ભગવાનની વેશભૂષામાં જોવા મળ્યા હતા. જન્માષ્ટમીની રાત્રિએ કૃષ્ણ જન્મ સમયે "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયાના વંદના નીલકંઠ વાસુકિયા સહીતના પરીવારજનો  દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

(7:25 pm IST)