Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જૈન તીર્થધામ ઉપરીયાળાજી ખાતે 122 પરીવારોને અનાજ કરીયાણાની કીટ આપવામાં આવી

વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જૈન ભાઇઓ સેવાકાર્યમાં જોડાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :જૈનોના પ્રખ્યાત તીર્થધામ ઉપરીયાળાજી આદેશ્વર દાદાના સાનિધ્યમાં વસતા 122 અજૈન પરીવારોને અનાજ કરીયાણાની કીટ તેમજ બંધ કવરમાંની અંદર દરેક કુટુંબને સારી એવી રકમ આપી અનુકંપાની સાધર્મિક ભક્તિ કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના વિરચંદભાઈ ગાંધી, પંકજભાઈ ગાંધી, જીતુભાઈ, વિહાર સેવા ગ્રુપના પિનલ ગાંધી,મનીષ શાહ સહિતના લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી આપત્તિમાં સદાય સેવા કાર્ય કરનારા કલીકૂંડ ધોળકા, મુંબઈ વર્ધમાન સેવા કેન્દ્ર અને જૈન સમાજના શાસન રત્ન જીવદયાપ્રેમી કુમારપાળ વી શાહ અને કલ્પેશભાઈ શાહ દ્વારા કોરોના મહામારીમાં જરૂરિયાત મંદ લોકો સુધી અનાજની કીટ સહીતની સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે.

(7:12 pm IST)