Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજ્યના છેવાડાના ખેડૂતોને જરૂર પડે તો “મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજના 'નો મહત્તમ લાભ અપાવવા અનુરોધ કરતાં વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી દ્વારા સહકારી બેંકો-APMCના ચેરમનઓ – પ્રતિનિધિઓ તેમજ દરેક જિલ્લાના ૫-૫ સરપંચઓ સાથે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”ના અસરકારક અમલ માટે સંવાદ યોજાયો : મુખ્યમંત્રી દ્વારા આ નવીન યોજનાના વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું

અમદાવાદ :રાજ્યના છેવાડાના ખેડૂતોને જરૂર પડે તો “મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજના”નો મહત્તમ લાભ અપાવવાના જિલ્લાની સહકારી બેંકોના ચેરમેન APMCના ચેરમેનઓ, ડીરેક્ટરઓ અને સરપંચઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અનુરોધ કર્યો હતો.  
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી CM ડેશબોર્ડના માધ્યમથી સહકારી બેંકોના ચેરમેનશ્રી, ડીરેક્ટર APMCના ચેરમનઓ– પ્રતિનિધિઓ તેમજ દરેક જિલ્લાના ૫-૫ સરપંચશ્રીઓ સાથે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”ના અસરકારક અમલ માટે આજે બેઠક-સંવાદ યોજ્યો હતો.
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના હિત માટેની આ નવીન યોજના વિશે વિગતવાર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આ યોજનામાં ખેડૂતોએ એકપણ રૂપિયાના પ્રમિયમ ભર્યા વિના રાજ્યના ૫૬ લાખ ખેડૂતોને જરૂર પડે ખરીફ પાક વીમાનો લાભ મળશે. આ યોજનામાં ૩૩ ટકાથી ૬૦ ટકા વચ્ચે નુકસાન થશે તો ૪ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૨૦ હજાર એટલે કે કુલ રૂ. ૮૦ હજાર જ્યારે ૬૦ ટકાથી વધુ નુકસાન હશે તેવા કિસ્સામાં ૪ હેક્ટરની મર્યાદામાં રૂ. ૨૫ હજારની સહાય એટલે કે કુલ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવશે. આ સહાય ખેડૂતોના ખાતામાં સીધી DBTના માધ્યમથી કરવામાં આવશે તેમ જણાવી મુખ્યમંત્રીએ આ યોજનાની વિવિધ પાસાઓની વિગતવાર માહિતી આપી હતી.  
 મુખ્યમંત્રી કહ્યું હતું કે, કોંગ્રેસની ભુતકાળની સરકારોએ ખેડૂતોને પાક સહાય નહીં પણ ગાંધીનગરમાં ખેડૂત આંદોલનમાં બંદૂકની ગોળીઓ મારી છે એટલે કોંગ્રેસને ખેડૂતો માટે વાત કરવાનો કોઇ અધિકાર જ નથી. ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સમયમાં ખેડૂતોને વિવિધ લાભ આપવાની શરૂઆત કરવામાં આવી હતી તેમ તેમને ઉમેર્યુ હતું.    
 આ બેઠકમાં મહેસાણા, બનાસકાંઠા, જામનગર, સુરત, રાજકોટ, અમરેલી, કચ્છ, દાહોદ, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, ભાવનગર અને વલસાડ જિલ્લામાંથી ધારાસભ્યઓ, સરકારી બેંકોના ચેરમેનઓ, APMCના ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર તેમજ સરપંચશ્રીઓ જોડાઇને આ ખેડૂત પાક વિમા અંગેની આ નવીન યોજના માટે મુખ્યમંત્રીને અભિનંદન આપીને પોતાના વિચારો રજુ કર્યા હતા.

(5:40 pm IST)
  • તૈયાર થઈ જાઓ : આવતા વર્ષે તમામ ભારતીય નાગરિકોને મળશે ઇ-પાસપોર્ટ. ઈ-ચિપ સાથે નવા પાસપોર્ટની ઘોષણા સરકાર ટૂંકમાં કરશે. access_time 10:09 pm IST

  • ગારિયાધાર નગરપાલિકા પ્રમુખની મુદત પૂર્ણ : નવા પ્રમુખ માટે રોટેશન જાહેર થયું : 24 ઓગસ્ટે સવારે 11 વાગ્યે નવા પ્રમુખ-ઉપ પ્રમુખ કાર્યભાર સાંભળશે : ભાજપ અને કોંગ્રેસ બન્ને સતા મેળવવા રણમેદાનમાં ઉતર્યા access_time 9:07 pm IST

  • આજે અગિયારના ટકોરે વિધાનસભા શરૂ થશે કે તુરત જ કોંગ્રેસ સરકાર રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસનો મત માગતી દરખાસ્ત રજૂ કરશે. access_time 11:55 am IST