Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ભરૂચના જંબુસર પંથકમાં ભારે વરસાદ : મગણાંદ ગામમાં પાણી ભરાયા : સીમમાં બોટ ફેરવવી પડી

રામપુર અને મગણાંદ ગામમાં વરસાદી પાણીથી જળબંબોળ

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જનજીવનને પ્રભાવિત કરી નાખ્યું છે. આમોદના બુવા ગામની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અહીં રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વરસાદી પાણીના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આમોદથી વાગવા જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે અને લોકોને આવવા જવામાં મુશ્કેલી થઇ રહી છે. જંબુસર તાલુકામાં બે ઇંચ વરસાદ ખાબકતા રામપુર અને મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા મગણાંદ ગામની સીમમાં બોટ ફરતી નજરે પડી

(3:18 pm IST)