Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કલોલના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે સાતમ આઠમના તહેવારમાં જુગાર રમતા જુદા જુદા વિસ્તારમાંથી 81 જુગારીઓને ઝડપી 9.68 લાખનો મુદામાલ જપ્ત કર્યો

કલોલ: શહેર ના ગ્રામ્ય વિસ્તારમાં આઠમના તહેવારના દિવસે મોટાપાયે જુગાર રમાતો હોય છે ત્યારે પોલીસે કુલ ૧૧ સ્થળે દરોડા પાડીને કુલ ૮૧ જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ ૯.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નારદીપુર, જાસપુર, આરસોડીયા, છત્રાલમાં બે સ્થળે, ખાત્રજ, સેરીસા, પલિયડ, ખોરજડાભી, રકનપુર અને સોજામાં પોલીસે દરોડા પાડી જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.  જેમાં પલિયડ ગામની સીમમાં કલોલ તાલુકા પોલીસે દરોડો કરી વિજય મયુરભાઈ પ્રજાપતિ, સોમાજી પ્રતાપજી ઠાકોર, રણછોડજી રામસંગજી ઠાકોર, સુરસંગજી ભગાજી ઠાકોર, સુરેશજી ગણપતજી ઠાકોર, શૈલેષજી છનાજી ઠાકોર, વિરાજી ભુપતજી ઠાકોર, લાલાજી રાયચંદજી ઠાકોરને રૂ.૧૧૦૭૦ની રોકડ સાથે તો છત્રાલમાં આવેલ અંબાજીનગર સોસાયટીના ચોકમાં જુગાર રમતાં બીપીન લાલજીભાઈ વાલ્મીકી, મનોજ શ્યામજીભાઈ વાલ્મીકી, જગાભાઈ ગલબાભાઈ વાલ્મીકી, જગદીશ હરીભાઈ વાલ્મીકી, મહેશ નાનુભાઈ વાલ્મીકી, ભાઈલાલ ચંદુભાઈ વાલ્મીકી, ભગવાન જામાંભાઈ વાલ્મીકને રૂ.૧૦૨૫૦ની રોકડ સાથે તો કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા આરસોડીયાના મેદાનમાં પણ પોલીસે દરોડો કરી જુગાર રમતાં વિશાલ મોહનભાઈ મકવાણા રહે.સાંઈકૃપા સોસાયટી, હિતેશ નટવરભાઈ પરમાર રહે.અંકુરસોસાયટી, કમલેશ બીજલભાઈ પરમાર રહે.ઘાટલોડીયાને ૧૨૨૦૦ અને ત્રણ મોબાઈલ મળી કુલ ૧પ૭૦૦ના મુદ્દામાલ સાથે તો ખોરજડાભીના ખેતરમાં પોલીસે દરોડો કરીને જુગાર રમતાં ગીરીશસિંહ રામાજી ડાભી રહે.ખોરજડાભી, અજયસિંહ રણછોડજી ડોડીયા રહે.વેડા, વિમલ વિનોદભાઈ પટેલ રહે.વેડા, પરિમલ રમણલાલ પટેલ રહે.વેડા, જયરાજસિંહ દીલીપસિંહ ગોહીલ રહે.ડાંગરવા, રજની કાનજીભાઈ પટેલ રહે.વેડા, વિજયસિંહ દલપતસિંહ વાઘેલા રહે.કોલવડા, જશવંત હરગોવનદાસ પટેલ રહે.વેડા, કરણસિંહ નટુજી ડાભી રહ.ખોરજડાભીને પોલીસે ૧૭૮૨૦૦ની રોકડ તથા નવ મોબાઈલ અને બે વાહનો મળી કુલ ૫૭૯૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. છત્રાલમાં આવેલા ગેલેકસી ચોકમાં જુગાર રમતાં હર્ષદ ચંદ્રકાંતભાઈ વાઘેલા, ઉપેન્દ્ર ચોથાભાઈ હીરાગર, પરેશ રાજુભાઈ હીરાગર, ક્રીષ્ના રામનાથી રામહીરગર, કાળાભાઈ કચરાભાઈ પરમાર, રેવાભાઈ ભગાભાઈ ચાવડા, ગીરીશ ચંદ્રકાંતભાઈ વાઘેલા, મુકેશ ભીખાભાઈ ચાવડા, બિમલેશ હરીભાઈ ચૌહાણને રૂ.૧૩૧૧૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. તો જાસપુરમાં જુગાર રમતાં સાંતેજ પોલીસે દરોડો કરી કીર્તી બળદેવભાઈ પટેલ, લક્ષ્મણજી મહોતજી ઠાકોર, બાબુજી ગોવિંદજી ઠાકોર, સુનીલજી ગલાજી ઠાકોર, જગ્ગુ બળદેવજી ઠાકોરને રૂ.૧૧૮૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા તો ખાત્રજમાં જુગાર રમતાં સુનિલજી ફકીરજી ઠાકોર, બળદેવજી શાંતિજી ઠાકોર, જગદીશજી રમેશજી ઠાકોર, મહેશ પ્રહલાદભાઈ પ્રજાપતિ, મુકેશજી ગલાજી ઠાકોર, રામાજી જયંતિજી ઠાકોર, વિમલ માલજીભાઈ પ્રજાપતિ, પ્રહલાદ કાળાભાઈ બજાણીયા, પ્રતાપજી માંગાજી ઠાકોર, અમરતજી નારણજી ઠાકોર, ખોડાજી શંકરજી ઠાકોર, અજીત લાલાજી ઠાકોર, મહેશ રામાભાઈ નાયી, ચંદ્રજીત દર્શનસિંહ યાદવ, મુન્નાલાલ રામદયાલ જયસ્વાલને પર૬૫૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા તો રકનપુરમાં આવેલી ગ્રીન સીટી ફલેટના પાર્કીંગમાં સાંતેજ પોલીસે દરોડો કરી જયંતિ બબાભાઈ રાઠોડ, દીલીપ અમરતભાઈ વાલ્મીકી, કલ્પેશજી વસતાજી ઠાકોર, અશોક સબળશીભાઈ પરમારને ૮૧૫૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા તો શેરીસા ગામમાં જુગાર રમતાં નારણભાઈ કાંતિભાઈ નાયી, ચેતન રમણીલભાઈ પટેલ, રાજુજી કચરાજી ઠાકોર, દીલીપજી ઉદાજી ઠાકોર, લક્ષ્મણજી ગાંડાજી ઠાકોરને ૧૪૪૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા તો સોજા ગામમાં જુગાર રમતાં લાલાજી રમણજી ઠાકોર, ભરત અમરતજી ઠાકોર, સુરેશજી લક્ષ્મણજી ઠાકોર, મુકેશજી કનુજી ઠાકોર, રણજીતજી સોમાજી ઠાકોરને બાર હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા તો નારદીપુરમાં બાતમીના આધારે ગાંધીનગર એલસીબીએ દરોડો કરીને મુકેશ અમરતલાલ પટેલ, રમેશ મફતલાલ પટેલ, કેતન અમૃતભાઈ પટેલ, રાકેશ નટવરભાઈ પટેલ, ભાવેશ પંકજભાઈ પટેલ, કમલેશ કનુભાઈ પટેલ, હિતેશ ભરતભાઈ પટેલ, મુકેશ ભીખાભાઈ પટેલ, વિશાલ મહેન્દ્રભાઈ પટેલ, હિતેન્દ્ર રમણલાલ પટેલ અને સંકેત વિનોદભાઈ પટેલને રૂ.૪૯૩૦૦ની રોકડ ૧૩ મોબાઈલ મળીને ૨૮૯૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(1:24 pm IST)
  • આમરણઃ ફાડસર ગામે પૂરના પ્રવાહમાં ફસાયફેલ ૬ વ્યકિતનું મોડી રાત્રે રેસ્કયુ કરવામાં આવ્યું (મહેશ પંડયા) access_time 3:40 pm IST

  • નરેન્દ્રભાઈએ કહ્યું કે દેશમાં માત્ર ૧.૫૦ કરોડ લોકો જ ઇન્કમ ટેકસ ભરે છે. access_time 11:52 am IST

  • બ્રાઝિલનું જંગી ભ્રષ્ટાચાર કૌભાંડ !! ભારતીય કંપનીઓ જેકે ટાયર, હેમિટન ગ્રુપ અને ડાયમંડ કંપની કેપી સંઘવી એન્ડ સન્સને બ્રાઝિલ તરફથી જંગી ભંડોળ મળ્યું હોવાનો ધડાકો : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે એક્શનમાં આવ્યું અને તમામ બેંક ખાતાઓ ફ્રિઝ કર્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 1:13 pm IST