Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પતિએ વતન જવાનું કહેતા પુણાની પત્નીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સુરત:સ્મીમેર હોસ્પિટથી મળેલી વિગત મુજબ પુણાગામમા અંબિકા સોસાયટીમાં ંરહેતી ૨૮ વર્ષીય સોનલ શૌલેશભાઇ બનસરાએ ગત તા.૧૧મી  બપોરે ઘરમાં ઝેરી દવાપી લેતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલના દાખલ કરાઇ હતી.જયાં ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતું. પોલીસ સુત્રોએ કહ્યુ કે સોનલબેન મુળ ગિર સોમનાથની વતની હતી. હાલમાં .સી રીપેરીંગનું કામ કરતા પતિનું સુરતમાં કામ કાજ બરાબર ચાલતુ હતુ.અને હાલમાં તહેવારો આવતા હોવાથી પતિએ પત્નીને વતની જવા કહ્યુ હતુ.પણ પત્નીએ વતન જવાની ના પાડતા બંને  વચ્ચ બોલાચાલી થઇ હતી.જેમાં માંઠુ લાગી આવતા પગલુ ભર્યુ હતુ.તેમને એક સંતાન છે.

(1:23 pm IST)