Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વડોદરાની કિશોરીને સુરતમાં સ્પાની આડમાં દેહવ્યાપારમાં ધકેલનાર મુખ્ય સૂત્રધાર મુસ્કાન સહિત 12 લોકોની ધરપકડ

મુખ્ય સૂત્રધારો પૂજા સીંગ, પ્રમોદ હજુ ફરાર : છોકરીનો સપ્લાયર પ્રમોદ હોવાની આશંકા

સુરતઃ વડોદરાની કિશોરીનું અપહરણ કરી તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેનાર મુખ્ય સૂત્રધાર મુસ્કાન શેખ સહિત 4 સ્પાની મહિલા સંચાલક તથા અન્ય મળી કુલ 12 આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધારો પૂજા સીંગ, પ્રમોદ હજુ ફરાર છે.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વેસુ વીઆઈપી રોડ પર આવેલા મારવેલા શોપિંગ સેન્ટરમાં ચાલતા સ્પા માંથી કામ કરતી કિશોરી ત્યાંથી ભાગી સુરત રેલવે સ્ટેશન પર જતી હતી. જો કે કિશોરી ભાગ્યા બાદ સુરતમાં તે અજાણ હોવાથી વેસુ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલ પાસે બેસીને રડી રહી હતી. કિશોરીને રડતાં જોઈ એક રાહદારીએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ દ્વારા કિશોરીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કિશોરીએ ચોંકાવનારી વિગતો પોલીસને આપી હતી.

કિશોરી પાસેથી વિગતો લઈ તેના માતા-પિતાનો પોલીસે સંપર્ક કરી તેમને સુરત બોલાવ્યા હતાં. કિશોરીને પિતાએ ફરિયાદ આપતા મુસ્કાન મોહંમદ દાઢી શેખ ( રહે , શિવશકિત સોસા , આઝાદનગર , ભટાર ) ની અટકાયત કરી પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. વધુમાં ભોગ બનનાર કિશોરીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, “તે વડોદરા પાસેના કરજણ ખાતે પરિવાર સાથે રહેતી હતી. જ્યાં તેના પિતા સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાં તેને સુરતની મુસ્કાન મળી ગઈ હતી અને સુરત લઈ આવી હતી.”

મુસ્કાને કિશોરીને પોતાના ઘરે રાખી સુરતમાં તેની સાથે રાખી બીજા દિવસે વેસુના મની આર્કડ શોપીંગમાં તમન્ના મસાજ પાર્લર લઈ ગઈ હતી. જ્યાં કિશોરીને એક રૂમમાં રાખી હતી ત્યાં ગ્રાહકો જબરજસ્તી કરી તેની સાથે શરીર સંબંધ બાંધતાં હતાં. આ સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસે આઈપીસીની કલમ ૩૬૩, ૩૪૨, ૩૬૬ (ક), ૩૬૮, ૩૭૨, ૧૧૪, પોકસોની કલમ ૪, ૮, ૧૭ તથા હ્યુમન ટ્રાફિકિંગની કલમ ૪, ૬, ૮ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરાઇ હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામો

1. ફરીદા ઉર્ફે મુસ્કાન મોહંમદ દાઢી અહમદ શેખ- (25,રહે. ભટાર, મૂળ.અનાવલ)-મુખ્ય સૂત્રધાર
2. શોભા ઉર્ફે સંગીતા સુશાંત ઘોષ- (30,રહે. ડિંડોલી)- વેસુના મની આર્કેડ તમન્ના સ્પાની માલિક
3. કુન્દા આનંદ પાંડુરંગ અખાડે- (25)(રહે,અલથાણ)- વેસુ કેનાલ રોડ મની આર્કેડ મોક્ષ ડે સ્પાની માલિક
4.રામાનુજ દદડી જયસ્વાલ- (37)(રહે,ભેસ્તાન આવાસ)-વેસુ વીઆઈપી રોડ રૂંગટા શોપિંગ સેન્ટરમાં જીમી સ્પાના માલિક
5.ભરત મગનલાલ પાઉ- (48, રહે,ઉધના)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં જીમી સ્પાના મેનેજર
6. હર્ષદા નંદકિશોર રાઉત- (રહે.બમરોલીગામ)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં સખી સ્પાના માલિક
7.રોશન સુજીત ઉર્ફે પપ્પુ સિંહ- (18,રહે,ભેસ્તાન આવાસ, પાંડેસરા)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં ન્યુ મોડલ સ્પાના મેનેજર
8.અનુજ બજરંગી યાદવ- (35)(રહે, પરવટ પાટિયા)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં તીયા સ્પાના મેનેજર
9.મમીના આજીઝુલ મંડલ- (28)(રહે,પાંડેસરા)- વેસુ રૂંગટા શોપિંગમાં સ્વીટ રોયલ સ્પા માલિક
10.રાજેન્દ્ર ફુલચંદ્ર કનોજીયા- (41)(રહે, લિંબાયત)- વેસુ વીઆઈપી રોડ મારવેલા કોરિડોરમાં આર.કે. સ્પાના માલિક
11. અમિત રવિન્દ્રસીંગ- (રહે,જલારામ નગર,ડિંડોલી)- વેસુ વીઆઈપી રોડ મારવેલા કોરિડોરમાં ન્યુ પૂજા સ્પાના માલિક
12. રામલખન રમેશસીંગ- (28)(રહે,ગણેશનગર હાઉસીંગ,પાંડેસરા)- વેસુ વીઆઈપી રોડ મારવેલા કોરિડોરમાં ન્યુ પૂજા સ્પાનો મેનેજર

વેસુમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં પ્રમોદ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. પ્રમોદ વેસુમાં આવેલા મારવેલા કોરિડોરમાં એમ્બીઝ સ્પા, ઈન્ડિયન થાઇ સ્પા અને વેસુ કેનાલ રોડ પર મની આર્કેડમાં મોક્ષ ડે સ્પા ચલાવે છે. પ્રમોદ સેક્સ રેકેટનો આ વિસ્તારનો સૌથી મોટો દલાલ હોવાની આશંકા છે. પ્રમોદ રોજ 40થી વધુ છોકરીઓ લાવી અલગ-અલગ સ્પામાં સપ્લાય કરતો હતો. સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી 500થી 3000 જેટલી રકમ લેતો હતો. જેમાંથી ખૂબ નાનો ભાગ છોકરીઓને આપવામાં આવતો હતો.

આ પહેલી વખત નથી કે સ્પા કે મસાજ પાર્લરના નામે ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો ખુલાસો થયો હોય. પોલીસ જ્યારે કોઈ આવી ઘટના સામે આવે છે ત્યારે જ કાર્યવાહી કરે છે. બાદમાં બધું જેમ હતું તેમ ચાલવા દે છે. બીજી તરફ સ્પાના સંચાલકો બમણું ભાડું ચૂકવતા હોવાથી દુકાના માલિકો પણ આ મુદ્દે ચૂપ રહે છે.

(1:23 pm IST)
  • બ્રાઝિલનું જંગી ભ્રષ્ટાચાર કૌભાંડ !! ભારતીય કંપનીઓ જેકે ટાયર, હેમિટન ગ્રુપ અને ડાયમંડ કંપની કેપી સંઘવી એન્ડ સન્સને બ્રાઝિલ તરફથી જંગી ભંડોળ મળ્યું હોવાનો ધડાકો : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે એક્શનમાં આવ્યું અને તમામ બેંક ખાતાઓ ફ્રિઝ કર્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 1:13 pm IST

  • આવતીકાલ 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લા ઉપરથી ધ્વજવંદન : 4 હજાર લોકોને આમંત્રિત કરાયા : ' દો ગજકી દુરી ' ,ફરજીયાત માસ્ક , સેનિટાઇઝર ,સહીત કોવિદ -19 ના નિયમોનું પાલન કરાશે : મેટલ ડિટેક્ટર ,સહીત જડબેસલાક સિક્યુરિટીની વ્યવસ્થા : જુદા જુદા દેશોના રાજદૂતો ,સરકારી અધિકારીઓ, તથા મીડિયા કર્મીઓને આમંત્રણ પાઠવાયું access_time 7:03 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 64,142 કેસ નોંધાયા: વધુ 1004 લોકોના મોત : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 24, 59, 613 થઇ : 6,60,348 એક્ટીવ કેસ : વધુ 54,776 દર્દીઓ સાજા થતા કુલ 17,50,636 દર્દીઓ રિકવર થયા: દેશમાં રિકવરી રેઈટ 71 ટકાએ પહોંચ્યો : કુલ મૃત્યુઆંક 48,144 થયો: access_time 12:55 am IST