Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વડોદરાના ગોત્રી વિસ્તારમાં મોલના સ્ટોરમાંથી બારોબાર ચીજવસ્તુઓ વેચી 23 લાખની છેતરપીંડી:મેનેજર સહીત અન્ય અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મોલના સ્ટોરમાંથી બારોબાર ચીજવસ્તુઓ તેમજ કર્મચારીઓને ચૂકવવાની રોકડ રકમ વગે કરનાર સ્ટોર મેનેજર અને અન્ય એક અધિકારી સામે રૂ.૨૩ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા ઓસિયા હાઇપર માર્ટ નામના મોલમાં ફરજ બજાવતા સ્ટોર મેનેજર રાજુસિંગ અને સીસીટીવી કેમેરા તેમજ આઇડી વિભાગનું કામ સંભાળતા કૈલાસકુમાર સામે અમદાવાદ હેડઓફિસમાં ફરિયાદો થતાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વર્ષ-૨૦૧૯-૨૦ દરમિયાન સ્ટોરમાં પેમેન્ટ કરી મંગાવેલી  રૂ.૨૦ લાખ ઉપરાંતની કિંમતની ચીજવસ્તુઓનું પેમેન્ટ થઇ ગયું હોવા છતાં તે જણાઇ આવી નહતી. અંગે એરિયા મેનેજર હૈદરહુસેને આપેલી ફરિયાદના આધારે ગોત્રી પોલીસે સ્ટોર મેનેજર રાજુસિંગ ચંદનસિંગ રાજપુરોહિત (રહે.અનમોલનગર, ગોરવા) અને આઇટીના હેડ કૈલાસકુમાર અમરાજી મેઘવાલ (રહે.મકાવલ, સિહોર, રાજસ્થાન) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)