Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વડોદરાના નવાપુરામાં દારૂ ભરેલ કાર લેવા આવેલ બુટલેગરને પીસીબી પોલીસે રંગે હાથે ઝડપી 102 બોટલ જપ્ત કરી

વડોદરા: શહેરના નવાપુરામાં દારૂ ભરેલી કાર લેવા આવતા બૂટલેગરને પીસીબી પોલીસે રંગેહાથે ઝડપી પાડી દારૂની ૧૦૨ બોટલ જપ્ત કરી છે. 

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે નવાપુરા મહેબૂબપુરા ભાથુજી મહોલ્લામાં રહેતા બૂટલેગર શબ્બીર હનીફમીયા શેખે  વિદેશી દારૂ મંગાવ્યો છે અને  દારૂ ભરેલી કાર મકદુમસઇદ બાવાની દરગાહની સામેની બાજુ ઉભી છે. જે કાર લેવા શબ્બીર શેખ આવનાર છે જેથી પીસીબી પોલીસ ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને દારૂ ભરેલી કાર લેવા માટે આવેલા શબ્બીરને રંગેહાથે ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂની ૧૦૨ બોટલ (કિંમત રૂ.૪૦,૮૦૦) મોબાઇલ ફોન તથા કાર મળીને કુલ રૂ.૨.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  કાર કોની માલિકીની હતી ?  તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

(1:10 pm IST)