Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર જુગાર રમતા બિલ્ડર સહીત મોબાઈલના બે વેપારી પોલીસના સકંજામાં

વડોદરા: શહેરના વાઘોડિયા રોડની રત્નકુંજ સોસાયટીમાં રહેતો રાજેશ સુંદરલાલ પરીખ પોતાના ઘરમાં જુગારીઓને બેગા કરી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીસીબી પોલીસે રેડ પાડી હતી. પોલીસે ત્રણ કાર અને બે ટુ વ્હીલર, રોકડા સવા લાખ મળીને ૯.૯૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા જુગારીઓ મુજબ છે. ૧. રાજેશ પરીખ ૨. ગૌત્તમ હસમુખભાઈ પટેલ (રહે. સુનિલ સોસાયટી, વાઘોડિયા રોડ) ૩. મૌલિક સુરેશભાઈ પટેલ (રહે.વેલકમ ફલેટ કાશીબા હોસ્પિટલ પાસે   કારેલીબાગ) ૪. સંજય જયંતિલાલ પટેલ (રહે. વૃંદાવન સોસાયટી વાઘોડીયા રોડ) ૫. નિલેશ જયંતિલાલ પટેલ (રહે.વૈકુંઠ સોસાયટી, વાઘોડીયા રોડ) ૬. હિમાંશુ મુકુંદભાઈ શાહ (રહે. સિધ્ધાર્થ સ્કવેર ડી.પી.એસ.ના બાજુમાં)  ૭. મુકેશ બળદેવભાઈ શ્રીમાળી (રહે. મહાલક્ષ્મી સોસાયટી, હાલોલ રોડ)  ૯. કુંદનસિંહ ભારતસિંહ ચાવડા (રહે. પ્રથમ ડુપ્લેક્ષ વાઘોડિયા રોડ) રાજેશ અને હિમાંશુની  મોબાઈલ શોપ છે. ગૌત્તમ પટેલ ફાઈનાન્સનું કામ કરે છે. સંજય અને નિલેશ બિલ્ડર છે. મુકેશ શ્રીમાળી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

(1:07 pm IST)