Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરત આવ-જા કરતી એસટી અને ખાનગી બસો વધુ એક સપ્તાહ બંધ : કોરોના સંક્રમણ અટકાવવા નિર્ણંય

જરૂરી સામાનની હેરાફરી કરનારા ગુડ્સ ટ્રાન્સપોર્ટ ટ્રક અને ખાનગી વાહનોને કોઈ પ્રતિબંધ નથી

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી એસટી બસોની સુરતમાં અવરજવર પર વેધુ એક સપ્તાહ બંધ રાખવા નિર્ણય લેવાયો છે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવાના ભાગરૂપે 27 જુલાઈથી સુરતના ડેપોથી બસોની અવરજવર બંધ છે.

હવે વધુ 7 દિવસ માટે બસોના પૈડા થંભા ગયા છે. આ દરમિયાન ખાનગી બસો પણ વધુ 7 દિવસ માટે બંધ રહેશે. જ્યારે જરૂરી સામાનની હેરાફેરી કરનારા ગુડ્સ ટ્રાન્સપોર્ટના ટ્રક અને ખાનગી વાહનોનો માટે કોઈ પ્રતિબંધ નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોએ વહીવટી તંત્રની ચિંતા વધારી છે. આથી જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી સમીક્ષા બેઠક બાદ બસોનું સંચાલન વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

(11:49 am IST)