Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ : કચ્છમાં બમણો : ઉતર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અડધો

કચ્છ વિસ્તારમાં 205 ટકા ખાબક્યો : સૌરાષ્ટ્રમાં 102 ટકા વરસાદ : ઉત્તર ગુજરાતમાં માત્ર 52 ટકા

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં 205 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં માત્ર 52 ટકા જ વરસાદ વરસ્યો છે.

  ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 102 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં 54 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 58 ટકા જ વરસાદ વરસ્યો છે. દર વર્ષે ચોમાસામાં કચ્છમાં પ્રમાણમાં ઓછો અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં વધુ વરસાદ વરસતો હોય છે. તેનાથી સાવ ઉલટુ ચિત્ર આ વર્ષે જોવા મળી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કચ્છમાં જરૂરીયાત કરતા પણ બમણો વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદનો અડધો જ કહેવાય એટલો વરસાદ વરસ્યો છે.

(11:39 am IST)