Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

દોઢ કરોડના ખર્ચે રીનોવેશન કરાયેલ રાજપીપળા એસ ટી ડેપોમાં બે વર્ષ થી છત ટપકતા મુસાફરોને મુશ્કેલી

મુસાફરોને બેસવા બનાવેલી જગ્યા પર મામૂલી વરસાદ માં પણ છત પર થી પાણી ટપકતા ગંદકી અને મચ્છરો નો ત્રાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્ય એવા રાજપીપળાના એસ ટી ડેપો નું 2018 ના વર્ષ માં દોઢ કરોડથી વધુની રકમે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.જોકે કરોડોના ખર્ચ માં ફક્ત નવા લૂગડાં પહેરાવ્યા હતા માટે નવીનીકરણ થયા બાદ તુરતજ અનેક તકલીફો જોવા મળી હતી જેમાં એ સમયે પણ મામૂલી વરસાદ પડતાજ ડેપો માં બેઠેલા મુસાફરો પર છત પર થી પાણી ટપકતા નવીનીકરણ પર અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે આ ચોમાસા માં પણ આજે છત માંથી પાણી ટપકવાનું ચાલુજ હોય અંદર બસ ની રાહ જોઈ બેઠેલા મુસાફરો ને ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે.માટે દોઢ કરોડ જેવી માતબર રકમ ક્યાં ખર્ચાઈ એ મોટો સવાલ છે.દોઢ કરોડ ખર્ચ કર્યા બાદ પણ અનેક સમસ્યાઓ વચ્ચે હજુ આ ડેપો ઘેરાયેલું છે ત્યારે આ સમસ્યા કોણ અને ક્યારે દૂર કરશે એ મોટો પ્રશ્ન છે.
 જોકે જે તે સમયે પણ આટલી મોટી રકમ સેમાં ખર્ચ કરાઈ એ બાબતે અનેક સવાલો ઉઠ્યા હતા તેમ છતાં કોઈ તપાસ ન થઈ કે સમસ્યા નું કોઈ નિરાકરણ પણ ન આવ્યું ત્યારે હાલ છત માંથી ટપકતું પાણી મુસાફરો ને મુશ્કેલી માં મૂકે તેમ હોય અધિકારીઓ આ બાબત પર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

(7:30 pm IST)