Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વલસાડ જિલ્લાની આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને આસિસ્ટન્ટ સ્ટોર કીપરના ગ્રેડ પે સુધારવાની માંગ સાથે કાળી પટ્ટી પહેરી કામગીરી કરી

ગ્રેડ પે સુધારવા બાબતની માંગણીને સરકારે નિરાકરણ નહીં કરતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવા સાથે કામગીરી ચાલુ રાખી હતી.

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના મંડળ વર્ગ 3 આઇટીઆઇના કર્મચારીઓએ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને આસિસ્ટન્ટ સ્ટોર કીપર ના ગ્રેડ પે સુધારવા બાબતે સરકારને રજૂઆત કરી હતી, પરંતુ  આઇટીઆઇના સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર નો પગાર ધોરણ 5200-20200, ગ્રેડ પે 2800છે, જેમાં જૂના ભરતી ના નિયમ મુજબ જગ્યા માટે આઇટીઆઇ પાસ લાયકાત હતી, પરંતુ હાલમાં નવી ભરતીના નિયમો મુજબ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને આસિસ્ટન્ટ સ્ટોર કીપર ડીપ્લોમાં ડીગ્રી અને 1 થી 3 વર્ષનો અનુભવ માનવામાં આવે છે, પરંતુ તેના વિકલ્પ માં કોઈ સુધારો કરેલો નથી,

  ઉપરાંત માધ્યમિક શિક્ષકોને પગાર ધોરણ 9300 -34800, ગ્રેડ પે 4200 આપવામાં આવે છે, જ્યારે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને આસિસ્ટન્ટ સ્ટોર કીપર નો પગાર માધ્યમિક શિક્ષકો કરતા પણ નીચું છે, જે સમગ્ર ભારતમાં સૌથી નીચું 5200-20200, ગ્રેડ પે 2800 છે, ગ્રેડ પે સુધારવા અંગે સરકારને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા માંગણી સંતોષવામાં નહીં આવતા વલસાડ જિલ્લાની તમામ આઇટીઆઇના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો, જોકે તેમની કામગીરી ચાલુ રાખી વિરોધ નોંધાવ્યો હતો

(12:00 am IST)
  • ન્યુઝિલેન્ડમાં આગામી 12 દિવસ માટે દેશવ્યાપી સજ્જળ લોકડાઉનની ઘોષણા કરાઈ : ન્યુઝીલેન્ડમાં કુલ 48 નવા કોરોના ચેપના કેસ મળી આવ્યા : વડા પ્રધાને નવી વેતન સબસિડી જાહેર કરી : 30,000 COVID-19 પરીક્ષણ છેલ્લા 48 કલાકમાં કરવામાં આવ્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે access_time 1:14 pm IST

  • સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પ્રજાજનોને આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી : ગલવાન ઘાટીના શહીદો તથા દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા : ઘૂસણખોરી કરી રહેલા ચીનને જડબાતોડ જવાબ આપવાની ચીમકી આપી : કોવિદ -19 થી બચવા સરકારી નિયમોનું પાલન કરવા પ્રજાને વિનંતી કરી : આધુનિક ભારત તરફ પ્રયાણ થઇ રહ્યું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો access_time 8:15 pm IST

  • ઇન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં વપરાશકર્તાઓને આઈડી પ્રૂફ સબમિટ કરવાનું જણાવશે તેમ ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 4:14 pm IST