Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રાજ્યની ખાનગી કોલેજોની ફી નક્કી :20 કોલેજોની 25 હજારથી 90 હજારની સુધીની ફી ની પરવાનગી

ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીની સૌથી વધુ ફી 98,0૦૦ મંજૂર

 

અમદાવાદ : રાજ્યની ખાનગી ખાનગી કોલેજોના અભ્યાસક્રમોની ફી અને તેનું નિયમન કરાવવા માટે સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટીની રચના કરાઈ છે  સમિતિએ વર્ષ 2018-19માં મંજૂર થયેલી 20 એન્જિનિયરીંગ કોલેજોની ફી નક્કી કરી છે. કોલેજો FRC (ફી રેગ્યુલેશન કમિટી) નક્કી કરેલી ફી લઈ શકશે અને જે કોલેજો તેના નિયમનું પાલન નહીં કરે તેના પર દંડનીય કાર્યવાહી થશે.

   FRC નક્કી કરેલી ફી મુજબ 20 કોલેજોની  25,૦૦૦થી લઈને  9,૦૦૦ સુધીની ફી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત સમિતિએ વર્ષેથી શરૂ થયેલી 23 કોલેજોની ફી પણ નક્કી કરી છે. સમિતિએ નક્કી કરેલી ફી મુજબ રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીની સૌથી વધુ ફી છે. યુનિવર્સિટીની ફી રૂપિયા 98,0૦૦ મંજૂર કરવામાં આવી છે.

  વર્ષે શરૂ થયેલી 23 કોલેજોની ફી રૂપિયા 33 હજારથી લઈને રૂપિયા 9,૦૦૦ સુધી રાખવામાં આવી છે. FRC દ્વારા નિયત કરાયેલી ફી કરતા કોઇપણ કોલેજો વધુ ફી લઇ શકશે નહીં.

(12:09 am IST)