Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

તહેવારોમાં એસટી નિગમ વધારાની 1100 ટ્રીપ દોડાવશે ટિકિટબારી 24 કલાક ખુલ્લી રખાશે:વિશેષ વ્યવસ્થા શરૂ

નાના સેન્ટરો ઉપર ટિકિટ બારીઓ 16 કલાક ખુલી રહેશે

અમદાવાદ : તહેવારોમાં એસટી નિગમ વધારાની 1100 ટ્રીપ દોડાવશે. રક્ષાબંધનથી જન્માષ્ટમી દરમિયાન  એસટી નિગમ દ્વારા તમામ ડિવિઝન અને ડેપોને સુચના આપી છે કે  પ્રવાસીઓનો ધસારો હોય તો વધારાની બસ દોડાવવી આ માટે  એસટી નિગમ દ્વારા મોટા સેન્ટરો પર 24 કલાક ટિકિટ બુક કરવા માટે ટિકિટ બારીઓ ખુલી રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. જ્યારે નાના સેન્ટરો ઉપર ટિકિટ બારીઓ 16 કલાક ખુલી રહેશે જેના કારણે પ્રવાસીઓ ટિકિટ બારી પરથી ટિકિટ બુક કરાવી શકે.
   એસટી નિગમના જનરલ મેનેજર નિખિલ બરવેએ જણાવ્યુ હતું કે પ્રવાસીઓને સારી સુવિધા આપવા માટે એસટી નિગમ સજ્જ છે. તહેવારો માટે વધારાની 1100 ટ્રીપ દોડાવવામાં આવશે. એસટી બસ માટે 42 ટકા એડવાન્સ બુકીંગ થય ગયુ છે. અને એસટી નિગમને ડિઝિટલ કરી રહ્યા છીએ ત્યારે 60 ટકા ઓનલાઈન બુકી થાય છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં એસટી નિગમ 1 હજાર ટ્રીપ વધારાની દોડાવીને 4 લાખ કિલોમીટરનું એકસ્ટ્રા સંચાલન કર્યુ હતું.જેમાં વધારાની દોઢ કરોડ રૂપિયાની આવક થઇ હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10 ટકા વધુ પ્રવાસીઓનો ધસારો વધવાનું અનુમાન છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને સમયસર બસ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

(11:33 pm IST)