Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રતનપુર બોર્ડર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત તમામ વાહનોનો સઘન ચેકીંગ :સુરક્ષાતંત્ર એલર્ટ

નેશનલ હાઈવે નંબર ૮ ઉપરપોલીસની બાજ નજર

અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે દિલ્હી તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે.

  કલમ ૩૭૦ હટાવા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને દરિયાઈ તેમજ ગુજરાતની પ્રવેશતી સીમાઓ પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે.  આગામી પંદરમી ઓગસ્ટને લઇને પણ પોલિસ સુરક્ષા રતનપુર સીમા પર વધારવામાં આવી છે.

દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વાહનોને પોલિસ કર્મીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે, સ્વતંત્રા પર્વની ઉજવણીમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલિસ તંત્ર સજ્જ છે.

(11:03 pm IST)
  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST

  • કાલે ૧૫ ઓગષ્ટ દેશના તમામ શહેરોમાં એલર્ટ : યાત્રાધામો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન -ચાંપતી નજર access_time 3:27 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST