Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે : ભાવનગરમાં વરસાદ

છેલ્લા ૧૦ દિવસમાં ઉલ્લેખનીય વરસાદથી ૪૦ જળાશયો છલકાયા : ગુજરાતમાં સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧.૪૨ ટકા વરસાદ : ૩૦ જળાશયો ૭૦-૧૦૦ ટકા સુધી ભરાઈ ગયા

અમદાવાદ,તા.૧૪ : ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ખાસ કરીને ભાવનગરમાં મોડી સાંજે ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ વરસાદ માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. બુધવાર અને ગુરુવારના દિવસે વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ અને મહિસાગરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે.

જ્યારે ૧૫મી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. ૧૦ દિવસમાં જોરદાર વરસાદના કરાણે જુદા જુદા બંધમાં પાણીની સપાટી વધી ગઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૪ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૮૪.૦૯ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાયા છે. ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૩૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે.

સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૮.૦૨ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧.૪૨ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૮૯,૫૮૪, ઉકાઇમાં ૮૧,૫૫૦, વણાકબોરીમાં ૩૨,૩૧૮, કડાણામાં ૨૨,૦૧૦, દમણગંગામાં ૯,૭૪૭, કરજણમાં ૮,૮૧૨,  સુખીમાં ૪,૮૫૫,, મચ્છુ-૩માં ૨,૯૩૨, આજી-૪માં ૨,૪૬૧, પાનમમાં ૨,૧૩૬, ઓજત-વિયર(વંથલી)માં ૧,૪૪૧, મચ્છુ-૨માં ૧,૨૯૫, આજી-૩માં ૧,૧૯૪, અને ઓઝત વિઅરમાં ૧,૧૦૯ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૦.૧૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૮.૫૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૮.૫૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૫૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૦.૩૬ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૯૩ ટકા એટલે ૩,૭૮,૧૭૯.૧૫ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

 

(7:47 pm IST)
  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST