Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

નર્મદા ડેમની જળસપાટી ૧૩૨.૦૨ મીટરે પહોંચી

ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ડેમ ભરાયો : નર્મદા ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા : અહેવાલ

અમદાવાદ, તા.૧૪ : સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી હાલ ૮૯,૫૮૪ ક્યુસેક પાણીની આવક છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૦૨ મીટર ઉપર પહોંચી ગઇ છે. હાલ નર્મદા ડેમના ૭ ગેટ ખોલવામાં આવ્યા છે. જેથી નર્મદા નદીમાં ૧,૧૭,૫૧૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ભરાવાથી સરકારી તંત્ર એકબાજુ ચિંતામુકત બન્યુ છે તો બીજીબાજુ, રાજયભરના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઇ ગઇ છે. નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે નર્મદા નદી છેલ્લા સાત દિવસથી બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમના આરબીપીએચનાં ૧૨૦૦ મેગાવોટના ૬ યુનિટ ચાલુ છે જેથી રોજની અંદાજિત ૬ કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. નર્મદા ડેમથી ૧૨ કિ.મી. દૂર ૩૦૦ કરોડના ખર્ચે એક વિયર ડેમ કમ કોઝ વે બનાવવામાં આવ્યો છે. જે હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે. જેના ઉપરથી બે મીટર પાણી વહી રહ્યું છે. જેને પગલે પ્રવાસીઓ માટે એક આકર્ષણ રૂપ બની રહ્યો છે. નર્મદા ડેમથી વિયર ડેમ સુધી ૧૨ કિ.મી. લાબું સરોવર રચાયું છે. જે હાલ સંપૂર્ણ ભરાઈ ગયું છે.

(7:45 pm IST)