Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

આણંદ નજીક વડોદમાં કોન્ટ્રાકટરના 40 હજારના સાધનોની ચોરી થતા અરેરાટી

આણંદ:નજીક આવેલા વડોદ ગામની નહેર ઉપરથી એકાદ મહિના પહેલા કોન્ટ્રાક્ટરના ૪૦ હજારની કિંમતના સાધનોની ચોરી કરીને કોઈ શખ્સો લઈ જતાં આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર મુળ મહેસાણા જિલ્લાના મુકતુપુર ગામના પરંતુ હાલમાં જોળ ગામે રહેતા અને કેનાલોના કામનો કોન્ટ્રાકટથી કામકાજ કરનાર મનુભાઈ વીરચંદભાઈ પટેલને બોરસદ બ્રાન્ચ કેનાલનું કામ મળ્યું છે. જેથી તેઓએ વડોદ મોટી નહેર ઉપર કામ કરવાના સાધનો જેવા કે ટેસ્ટીંગ મશીન ફ્લોરીનું સ્પેર વ્હીલ પ્લેટ સાથેનું તેમજ સીમેન્ટની સાત બેગો વગેરે મળીને ૪૦ હજારનો સામાન કેનાલ ઉપર મૂક્યો હતો. જેની દેખરેખ સુપરવાઈઝર લાલાભાઈ ઠાકોર રાખતા હતા. દરમ્યાન ૧૩મી જુલાઈના રોજ રાત્રીના સુમારે કોઈ શખ્સો ઉક્ત સાધનો ચોરી કરીને લઈ ગયા હતા. 

(5:59 pm IST)