Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સુરતના અમરોલીમાં માનસિક બીમારીથી કંટાળી બે સભ્યોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

સુરત:અમરોલીમાં વિવિધ વિસ્તારમાં બિમારીથી કટાંળીને બે વ્યકિતએ આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કર્યુ હતુ.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ  વરાછામાં યોગેશ્વર સોસાયટી પાસે ધર્મનગર સોસાયટીમાં રહેતા 33 વષીૅય વિપુલ ભગવાનભાઇ રજોડીયા ગઇકાલે સવારે અમરોલીમાં અંજની ઇસ્ડસ્ટ્રીયલમાં સાડી ફિનીશીંગનું કામ કરતા હતા. બાદમાં કારખાનામાં હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સુત્રોએ કહયુ કે તેમની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લખ્યુ કે મગજની બિમારીથી કટાંળીને  આ પગલુ ભરુ છુ.તેમને બે સંતાન છે.તે મુળ અમરેલીના લાઠીના મતીરાળાગામના વતની હતા. બીજા બનાવમાં અમરોલીમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે સંસ્કૃત રો-હાઉસમાં રહેતા 35 વષીૅય ઉર્મીલાબેન કુલદીપભાઇ માંગુકીયાએ ગત રાતે ઘરમાં હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.ઉર્મીલાબેન મુળ અમરેલીના વતની હતા.તેમને લાંબા સમયથી કમરના દુઃખાવાની તકલીફ હોવાથી આ પગલુ ભર્યુ હતુ.

(5:59 pm IST)
  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST