Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સુરતના મહિધરપુરામાં ફોટો ગ્રાફરના ઘરમાં જુગાર રમતા 11 જુગારીઓની 3.57 લાખના મુદામાલ સાથે ધરપકડ

સુરત:મહિધરપુરા પોલીસે ગતસાંજે સુમુલ ડેરી રોડ સહયોગ સોસાયટીમાં રહેતા ફોટોગ્રાફરના ઘરે છાપો મારી ત્યાં બીજા માળે જુગાર રમતા ફોટોગ્રાફર ઉપરાંત છ રત્નકલાકાર સહિત કુલ 11 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,57,700,15 મોબાઇલ ફોન અને પાંચ મોટરસાયકલ મળી કુલ રૂ.3,57,200નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે મહિધરપુરા પોલીસે ગત સાંજે સુમુલ ડેરી રોડ સહયોગ સોસાયટી ઘર નં.59માં રહેતા ફોટોગ્રાફર કિરીટભાઈ કાકુભાઈ રૂપારેલીયાના ઘરે છાપો માર્યો હતો. પોલીસે ત્યાં બીજા માળે જુગાર રમતા કિરીટભાઈ ઉપરાંત ટ્રાવેલ્સ બુકિંગની નોકરી કરતા પથુભાઈ હકાભાઇ પોપટ, રત્નકલાકારો શૈલેષભાઈ વાલજીભાઈ સાકરીયા, સુરેશભાઈ બચુભાઈ બલદાણીયા, રાહુલભાઈ હિંમતભાઈ આલગીયા, ગોપાલભાઈ બાલુભાઇ વાણીયા, યુનુસભાઇ આલમભાઈ મલેક, રાજુભાઈ ધીરૂભાઈ ડોડીયા, હીરા દલાલીનું કામ કરતાં ધીરૂભાઈ ગોરધનભાઈ સોજીત્રા, વેપારી રાજકુમાર કિશનભાઇ રાયચંદ્ર અને મંડપ સર્વિસનું કામ કરતા કલ્પેશભાઈ હરિભાઈ ઇટાલીયાને રંગેહાથ ઝડપી લીધા હતા.

(5:51 pm IST)