Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કલોલમાં રાત્રે થયેલ કોમી હિંસામાં ત્રણને ગંભીર ઇજા

કલોલ: શહેરમાં ઇદની રાત્રે હિન્દુ અને મુસ્લિમ કોમના ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ત્રણ જેટલી વ્યક્તિ ઘવાઇ હતી. ત્યારબાદ બંને કોમના ટોળા સામ સામે આવી જતા પોલીસ દોડી આવી હતી અને મોટું ઘર્ષણ થતાં અટકાવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખ્યા હતા. રાત્રે પરિસ્થિતિ વધુ તંગ બની હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. પોલીસે સામ સામી ફરિયાદ લઇને બંને કોમના વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

કલોલમાં ગઇકાલે રાત્રે નવી શાકમાર્કેટ આગળ કોમી હિંસાનો બનાવ બન્યો હતો. સામાન્ય મારમારી બાદ બંને કોમના ટોળા સામ સામે આવી ગયા હતા. જો કે મોટું ઘર્ષણ થાય તે પહેલાં જ પોલીસે ટોળાને વિખેરી નાખ્યા હતા. એજાજ ઉર્ફે ભૂરા નામના વ્યક્તિએ રજનીકાન્ત પટેલના કેબીનને આવીને સંદીપ ધોબી સાથે ઝગડો કરી તેને લાફા માર્યા હતા. 

(5:50 pm IST)