Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગાંધીનગરમાં શ્રાવણીયો જુગાર રમતા દસ શકુનિઓને પોલીસે 4.5 લાખના મુદામાલ સાથે દબોચ્યા

ગાંધીનગર:શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે જિલ્લામાં જુગારીઓ પણ પકડાઈ રહયા છે. સે-૭ પોલીસે ગઈકાલે સાંજે સરગાસણના મારૂતી આમ્રકુંજ ફલેટમાં દરોડો પાડી ૪.રપ લાખના મુદ્દામાલ સાથે દસ જુગારીઓને ઝડપી પાડયા હતા. તો બીજી બાજુ અડાલજ પોલીસે પોર ગામમાં દરોડો પાડીને દસ હજારની રોકડ સાથે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા. ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ આ જુગારીઓને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે.  

ત્યારે ગઈકાલે સે-૭ પોલીસને બાતમી મળી હતી કે સરગાસણમાં મારૂતી આમ્રકુંજ ફલેટમાં ડી વીંગમાં આવેલા પાંચમા માળે મકાન નં.પ૦૧માં મંજેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ તેમના મકાનમાં કેટલાક ઈસમોને બહારથી બોલાવી જુગાર રમાડી રહયા છે જે બાતમીના આધારે સે-૭ પોલીસે દરોડો પાડતાં સરગાસણ ગામમાં રહેતા ચિરાગ ગુણવંતભાઈ પટેલ, જીગર કીરીટભાઈ પટેલ, અમીત પ્રવીણભાઈ પટેલ, નિતેશ સુરેશકુમાર પટેલ, મનીષ પ્રહલાદભાઈ પટેલ, શૈલેષ ઈશ્વરભાઈ પટેલ, જગદીશ રતીભાઈ પટેલ, સૌરીન વીનોદભાઈ પટેલ અને આમ્રકુંજ ફલેટ નં.૧૦ર/એફમાં રહેતા પ્રકાશ લક્ષ્મણભાઈ પટેલ તથા મંજેશ મહેન્દ્રભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. 

(5:40 pm IST)