Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અમદાવાદની સાધના હાઇસ્‍કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ૨પ૦ ફુટ લાંબી રાખડીનું ધી માર્ટિયર ઓફ પુલવામા થીમ ઉપર નિર્માણ

અમદાવાદ: વખતે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન એક દિવસે આવતા અમદાવાદના ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રાખડી પ્રદર્શનમાં મુકાઈ છે. 250 ફૂટ લાંબી રાખડી કે જેનેધી માર્ટિયર ઓફ પુલવામાથીમ પર બનાવવામાં આવી છે.

પુલવામામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી લગભગ 15 દિવસ જેટલી મહેનત બાદ રાખડી તૈયાર કરાઇ છે. 15 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારમાં 250 ફૂટની અનોખી રાખડી સાથે રેલી સ્વરૂપે નીકળીને જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. રાખડીની અંદરના ભાગે હાથમાં બાંધવાના ઉપયોગમાં આવતી રાખડી લગાવવામાં આવી છે. તો સાથે તમામ રાખડીના ભાગમાં એક શહીદ જવાનનો ફોટો તેમજ હોદ્દા સાથે શહીદ જવાન કયા રાજ્યનો વ્યક્તિ હતો તેની માહિતી પણ આપવામાં આવી છે.

શાળાના સંચાલકો દ્વારા અદ્ભુત રાખડી પુલવામામાં શહીદ થયેલા જવાનોને અર્પણ કરવાનું પણ આયોજન કરી રહ્યાં છે. જેના માટે તેમના દ્વારા ગૃહ મંત્રી પાસેથી ખાસ કિસ્સામાં મંજૂરી માગવામાં આવી છે. જો મંજુરી મળી જશે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમ 250 ફૂટ રાખડી સાથે પુલવામા ખાતે જઇને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે.

(5:05 pm IST)