Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સુરતના ઉનગામમાં મહિલા ગ્લેમરની પતિના હાથે હત્યા

સુરત: સુરતના ઉનગામમાં મોડી રાત્રે મહિલા ગેમબલર ની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યા મહિલાના પૂર્વ પતિએ કરી હોવાનું બહાર આવતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી. પૂર્વ પતિને છોડી અન્ય સાથે લગ્ન કરવા જતાં મહિલાને મોત મળ્યું છે.

સુરત સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઉનગામ જીલાની નગરમાં છેલ્લા કેટલાક સમયથી સલમા નામની મહિલા જુગારનો અડ્ડો ચલાવતી હતી. અગાઉ સલમા દારૂનો અડ્ડો પણ ચલાવતી હતી. જોકે તે દારૂનો અડ્ડો બંધ કરી તેણે જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો. વર્ષ 2017માં સલમાએ યુસુફ નામના યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે, લગ્ન એક વર્ષમાં તૂટી ગયા હતા. બાદમાં સલમા યુસુફના સબધી સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી. જેને જાણ યુસુફને થઈ ગઈ હતી. જેથી યુસુફે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો.

યુસુફ તેના બે સાગરીતો સાથે સલમા ના ઘર નજીક પહોંચી ગયા હતા. જ્યાં મોડી રાત્રે સલમાં કાર લઈ તેના ઘર પાસે પહોંચી હતી, કાર માંથી બહાર નીકળતા યૂસુફ અને તેના સાગરીત સલમા પર તીક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યા હતા. જ્યાં ઘટના સ્થળે સલમાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના ની જાણ થતાં સચિન જીઆઇડીસી પોલીસ ને થતા ઉપરી અધિકારી નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ તો પોલીસે યુસુફ તથા તેના સાગરીતો વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:04 pm IST)
  • દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST