Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પેનાસોનિકે ગુજરાતના માર્કેટમાં હોમ એપ્લાયન્સીસની નવી રેન્જ મૂકી : ૧૫ નવા મોડલ

વોશીંગ મશીન્સ, માઈક્રોવેવ અને રેફ્રીજરેટરની એડવાન્સ્ડ ટેકનોલોજી ફીચર્સ અને સ્ટાઈલીશ ડિઝાઈન સાથે નવા મોડેલ્સ રજૂ કર્યા

અમદાવાદ : અગ્રણી વૈવિધ્યકૃત્ત્। કંપની પેનાસોનિકે આજે તહેવારોની સિઝન પૂર્વે પોતાના હોમ એપ્લાયંસીસના પ્રોડકટ વિસ્તરણની આજે જાહેરાત કરી છે. વોશિંગ મશિન, ર્ફેરીજરેટર અને માઇક્રોવેવને સમાવતી આ નવી રેન્જમાં નવીન અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે જે સમકાલીન ઉપભોકતાઓની રોજિંદી જરૂરિયાતને સંતોષે છે. નવા મોડેલ્સના લોન્ચ સાથે પેનાસોનિક ૨૦૧૯-૨૦માં ગુજરાતના માર્કેટમાંથી૩૭% વૃદ્ઘિનો અંદાજ સેવે છે.

લોન્ચ અંગે સંબોધતા પેનાસોનિક ઇડિયાના હોમ એપ્લાયંસીસના બિઝનેસ વડા શ્રી હર્ષલ સોમણે જણાવ્યું હતું કે પેનાસોનિક પોતાના ગ્રાહકોને સંશોધન અને ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પૂરી પાડવા માટે પ્રતિબદ્ઘ છે. ચાલુ વર્ષે અમારી પોતાની ટેકનોલોજી અમારા ગ્રાહકોના ઘરમાં લાવવાના હેતુથી અમારી હોમ એપ્લાયંસીસની રેન્જ વિસ્તારી રહ્યા છીએ. નવી રેન્જને અમારા ગ્રાહકોની સુંગમતા અને સરળતા ધ્યાનમાં રાખીને અને કેટલીક અતુલ્ય ટેકનોલોજીઓ પણ ધરાવે છે જેથી  ડિઝાઇન કરવામાં આવી છે. કેટલીક અતુલ્ય ટેકનોલોજીઓ સરળ યૂઝર અનુભવ પૂરો પાડે છે. અમારી નવી રેન્જ દ્વારા અમે એ વાતની ખાતરી કરવા માગીએ છીએ કે અમારી પ્રોડકટ્સ વધુ સારું જીવન અને વધુ સારી દુનિયાનું સર્જન કરવાના સિંદ્ઘાંત પર ઊભી છે.

નિવાસીઓની વૈવિધ્યરૂપ જીવનશૈલી સાથે મેળ ખાય તે માટે પેનાસોનિકની ટોપ લોડ વોશિંગ મશિનની નવી રેન્જ ફ્લેકસીબલ વોશિંગ ટેકનોલોજી ધરાવે છે અને બિલ્ટ-ઇન વોટર હીટરનો સમાવેશ કરે છે જે ઓટોમેટિક તાપમાન નિયંત્રણ દ્વારા પ્રયત્નો વિનાનું વોશિંગ પૂરું પાડે છે. વધારાના ફીચર્સ જેમ કે વોટર રિયૂઝ ટેકનોલોજી અને વ્હાઇટ કોર્સ ટેકનોલોજી સાથે નવા મોડેલો વસ્ત્રના ઊંડાણમાં રહેલા કચરાને દૂર કરવાની ખાતરી આપે છે. પેનાસોનિકની સેમી ઓટોમેટિક વોશિંગ મશિનની નવી રેન્જ આધુનિક ડિઝાઇન અને એકશન ફોમ સિસ્ટમ સાથે આવે છે જેથી અસરકારક રીતે ડાદ્યા દૂર કરી શકાય. ઉર્જા અને પાણી કાર્યક્ષમતા પૂરી પાડતા પ્રિમીયમ નવા મોડેલ્સ બિલ્ટ ઇન ઇકો-ફ્રેંન્ડલી સોલ્યુશન્સ જેમ કે એકવા સ્પીન રિન્સ ધરાવે છે જે વોશ લોડ વોલ્યુમ અને પાણીનું તાપમાન ગ્રહણ કરીને પાણીની ૨૮% જેટલી બચત કરે છે અને ઇકોનવી ટેકનોલોજી ૨૩્રુ વધુ પાણીની બચત કરે છે. ભારતીય સમજને ધ્યાનમાં રાખતા મશિન્સ ખાસ સ્ટેઇનમાસ્ટરૅ ટેકનોલોજી સાથે આવે છે જે વ્યકિતગત વોશ પ્રોગ્રામ પૂરો પાડે છે જેથી અત્યંત ઘાટા ડાઘાને દૂર કરી શકાય અને સંપૂર્ણ વોશમાં પરિણમે. ટોપ લોડ કેટેગરીમાં નવા ૨૩ મોડલ્સ અને સેમી ઓટોમેટિક કેટેગરીમાં ૧૫ નવા મોડેલ્સની કિંમત રૂ. ૧૧,૬૦૦થી રૂ. ૩૩,૨૦૦ની વચ્ચે છે જયારે ફ્રંટ લોડ કેટેગરીના પેનાસોનિકના ૧૦ નવા મોડેલ્સની કિંમત રૂ. ૩૦,૦૦૦ થી રૂ. ૬૭,૦૦૦ની વચ્ચે છે.

(3:46 pm IST)
  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST