Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

હાર્દિકને મળેલ વચગાળાની રાહતો હટાવવા હાઇકોર્ટમાં અરજી

રૂપાણી સરકાર હવે હાર્દિક પટેલને ભીડવી દેશે ? કેસમાં હાર્દિકની ભૂમિકાઃ સરકારે સોગંદનામુ કર્યું

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે પાટણમાં નોંધાયેલી રાયોટિંગ અને ગુનાઇત કાવતરાની ફરિયાદમાં તેને અપાયેલી વચગાળાની રાહતો હટાવવા માટે રાજય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. રાજય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે કેસમાં હાર્દિકની ભૂમિકા બહાર આવી હોવાથી આ ફરિયાદ રદ ન થવી જોઇએ.

 કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર હાદિક પટેલને પાટણમાં નોંધાયેવા વર્ષ ૨૦૧૭ના રાયોટિંગ અને ગુનાઇત કાવતરાના કેસમાં અપાયેલી રાહત હટાવવા માટે રાજય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં હાર્દિક અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત થતા પોલીસને હાર્દિક સામે કોઇ પગલાં ન લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જો કે સરકારે આ ફરિયાદ રદબાતલ ન ઠેરવવા માંગ કરી છે.

રાજય સરકારના સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે હાર્દિક સામેના આક્ષેપો ગંભીર છે. ફરિયાદ અને તપાસ દ્વારા બહાર આવ્યું છે કે આ બનાવમાં હાર્દિકની ભૂમિકા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા હાર્દિકને અપાયેલી વચગાળાની રાહતો હટાવી જોઇએ.

 પાટણમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નરેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૧૭માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક અને દિનેશ બાંભણિયાએ તેના પર હુમલો કર્યો છે અને સોનાની ચેઇનની લૂંટ કરી છે. પોલીસે આ અંગે રાયોટિંગ અને ગુનાઇત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદ રદ કરાવવા માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદી નરેન્દ્ર પટેલે પણ કોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા રજૂઆત કરી હતી કે હાર્દિક સામે તેને કોઇ ફરિયાદ નથી અને બન્ને વચ્ચે સમાધાન થઇ ચૂકયું છે. આ રજૂઆતોને ધ્યાનમાં લઇ કોર્ટે પોલીસને હાર્દિક સામે કોઇ પગલાં ન લેવા આદેશ આપ્યો હતો.

(3:43 pm IST)
  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST