Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

૪૦ ડેમ છલકાયા : નર્મદા ડેમમાં ૭૮ % પાણી : ૩૦ ડેમમાં ૭૦% થી વધુ પાણી

ગાંધીનગર, તા. ૧૪ : ચોમાસાની ઋતુમાં રાજયમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં આજે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૮૪.૦૯ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજયના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જયારે ૪૦ જળાશયો છલકાયા છે. ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૩૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશકિતના ૭૮.૦૨ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧.૪૨ ટકા વરસાદ થયો છે.

રાજયમાં હાલમાં ૧,૦૦૦ કયુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૮૯,૫૮૪, ઉકાઇમાં ૮૧,૫૫૦, વણાકબોરીમાં ૩૨,૩૧૮, કડાણામાં ૨૨,૦૧૦,દમણગંગામાં ૯,૭૪૭, કરજણમાં ૮,૮૧૨, સુખીમાં ૪,૮૫૫,, મચ્છુ-૩માં ૨,૯૩૨, આજી-૪માં ૨,૪૬૧, પાનમમાં ૨,૧૩૬, ઓજત-વિયર(વંથલી)માં ૧,૪૪૧,મચ્છુ-૨માં ૧,૨૯૫,આજી-૩માં ૧,૧૯૪, અને ઓઝત વિઅરમાં ૧,૧૦૯ કયુસેકનો સમાવેશ થાય છે.

ઉત્ત્।ર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૦.૧૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૮.૫૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૮.૫૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૫૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૦.૩૬ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૯૩ ટકા એટલે ૩,૭૮,૧૭૯.૧૫ મીટર દ્યન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

(3:36 pm IST)