Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

૧૨ ધારાશાસ્ત્રીઓ હાઈકોર્ટમાં સિનિયર કાઉન્સેલ તરીકે ડેઝીગ્નેટ

રાજકોટ : ગુજરાત હાઈકોર્ટના એકટીંગ ચીફ જસ્ટીસ શ્રી અનંત દવે સહિતના ફુલ કર્ટે ગુજરત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા ૧૨ એડવોકેટને સીનીયર કાઉન્સેલ તરીકે ડેઝીગ્નેટ કર્યા છે. જો કે આ સીનીયર એડવોકેટમાં એક પણ મહિલા એડવોકેટ નથી. એકટીંગ ચીફ જસ્ટીસ અને અન્ય જજોની મળેલી બેઠકમાં ૧૨ વકીલોને સીનીયર એડવોકેટ તરીકે નિમણુંક કરી હતી. જેમાં સર્વશ્રી દેવાંગ સુધીર નાણાવટી, મીતેષ અમીન, સત્યજીત દેસાઈ, જાલ ઉનવાલા, અસીમ પંડ્યા, હસમુખ પરીખ, ભરતકુમાર પટેલ, ઈકબાલ સઈદ, મૌલીન રાવલ, ગૌતમ જોષી, મહેન્દ્રકુમાર ગાંધી અને તુષાર હેમાનીનો સમાવેશ થાય છે. સીનીયર એડવોકેટ તરીકે નિમણુંક પામેલા ૧૨ એડવોકેટો ૧૯૭૩, ૧૯૭૪થી ૨૦૦૧માં નોંધાયેલા (એનરોલમેન્ટ) સીનીયર વકીલો છે.

(1:31 pm IST)