Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અંગ્રેજી ભવનના સંસ્થાપક વિદ્વાન પ્રોફેસર અને કૃલપતિ અવધેશકુમાર સિંઘનું અવસાન : સુરતમાં અંતિમ સંસ્કાર

ગૌહાટી વ્યાખ્યાન આપવા ગયેલા પ્રો.સિંઘની ચિર વિદાયઃ અંગ્રેજી ભવનના પ્રોફેસરોએ સુરત ખાતે આપી શ્રધ્ધાંજલી

રાજકોટ તા.૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અંગ્રેજી ભવનના  વર્ર્ર્ષાે સુધી અધ્યક્ષ રહેલા  અને વર્તમાનમા ઓરો યુનિવસીટી-સુરતનાં કુલપતિ તેમજ ડો.બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ પ્રોફેસર અવધેશકુમાર સિંઘનુ  ગૌહાટી ખાતે આકસ્મીક અને દુઃખદ અવસાન થયુ છે. આજે સુરત ખાતે તેમની અંતીમ યાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાઇને શ્રધ્ધાંજલી  અર્પી હતી.

 રાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી તેમજ સંસ્કૃત સાહિત્યનાં ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર સાહિત્યકાર અને ભારતીય જ્ઞાન પધ્ધતિના વિષયમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બહુશ્રુત વિદ્વાન અને અગ્રણી શિક્ષણવિદ્દ શ્રી અવધેશકુમાર સિંઘ મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપવા માટે ગૌહાટી ગયા હતા અને વ્યાખ્યાન પુરૂ થયા પછી અચાનક વિદાય લીધી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં  નેક એકેડીટેશન તેમજ નાવિન્યસભર પ્રકલ્પો શરૂ કરાવવામાં શ્રી અવધેશકુમાર સીંધનો સિંહ ફાળો હતો. અંગ્રેજી ભવનને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બનાવવામાં પણ તેમની કેન્દ્રીય ભૂમિકા હતી.  રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ખુબ જ સક્રિય એવા આ શિક્ષણવિદે અચાનક અને આધાત જનક વિદાય લેતા શિક્ષણવિદોમાં શોકની લાગણી ફેલાયેલી છે.

આગ્રા જિલ્લાનાં એટા ગામના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા પ્રો.ડૉ અવધેશકુમાર સિંઘ  ડિપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લીશ એન્ડ કમ્પેરેટિવ સ્ટડી, સૌ.યુની.રાજકોટ  ના સંસ્થાપક, પ્રોફેસર અને હેડ તરીકે ૧૯૮૯ થી ૨૦૦૬ સુધી કાર્યરત હતા.. ત્યારબાદ વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી ના કુલપતિ  તરીકે પદ શોભાવ્યું...પશ્ચાત  વર્ષ દરમિયાન તેઓશ્રીએ ધ્knowledge  Consortium of Gujarat, gandhinagar ખાતે સંસ્થાપક અને સંયોજક તરીકેનું સુકાન સંભાળ્યું..ત્યારબાદ ના વર્ષોમાં તેઓશ્રીએ દિલ્હી ખાતે IGNOU નાTRANSLATION STUDIES AND TRAININIG વિભાગ માં DIRECTOR તરીકેની મહત્વપૂર્ણ અને નોંધપાત્ર ફરજ બજાવી...હાલ તેઓ AURO UNIVERSITY SURAT ખાતે VICE CHANCELLOR તરીકેનું પદ શોભાવી રહ્યા હતા...

તેઓનાં આકસ્મિક અવસાનથી શિક્ષણજગત ને કદી ન પુરી શકાય એવી ખોટ પડી છે...રાજ્ય તથા રાજયબહારના અનેક વિદ્યાર્થીઓ નાં જીવનશિલ્પી હોવાનાં નાતે બહોળો વિદ્યાર્થીવર્ગ પણ ઘેરા આઘાતની લાગણી અનુભવે છે...

તમામ શિક્ષકગણ, વિદ્યાર્થી વર્ગ અને સમગ્ર શિક્ષણજગત  સંનિષ્ઠ અને કર્મઠ મહામાનવ ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રો. જયદિપસિંહ ડોડીયા, કમલ મહેતા, પ્રો. સંજય મુખર્જી, પ્રો. આર.બી. ઝાલા વગેરેએ સુરત ખાતે શ્રધ્ધાંજલી પાઠવી હતી.

(12:09 pm IST)