Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ડીસાના કંસારી નજીક છકડો રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત;રિક્ષામાં સવાર બે પેસેન્જરને ગંભીર ઇજા

ડીસા તાલુકાના કંસારી નજીક છકડો રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.કંસારી ટોલ ટેક્સ નજીક પસાર થતી છકડો રીક્ષા અચાનક આગળ જતી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો રીક્ષામાં સવાર જેટલા પેસેન્જરમાંથી બે મુસાફરને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફત સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ લાવવામાં આવેલા પરંતુ ત્યાં તેમની હાલત વધુ બગડતા વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે લઇ જવાયા હતા.

(12:27 am IST)
  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST