Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જળ શક્તિ અભિયાન પાટણ અંતર્ગત બાસપા શંખેશ્વર અને ઝીલીયાની કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોલેજના યુવાનોને પાણી અને પર્યાવરણ બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જાગૃત કર્યા

પાટણ જળ શક્તિ અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં પાણી અને પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ લક્ષી કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમી તાલુકાની બાસપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ચાણસ્મા તાલુકા ની ઝીલીયા બીઆરએસ કોલેજ માં પણ જળશક્તિ અભિયાન અંતર્ગત જાગૃતિ લક્ષી કાર્યક્રમ યોજાયા હતા

   આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર જયરામભાઈ રબારી તેમજ વસુંધરા ફાઉન્ડેશનના હરગોવિંદભાઈ પટેલ દ્વારા કોલેજના યુવાનોને પાણી અને પર્યાવરણ બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પાણીનો ભૂતકાળ અને ભવિષ્ય માં પાણી માટે સંભવિત સર્જાવા લાયક સમસ્યાઓ ની માહિતી આપેલ તેમજ  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાણી સંગ્રહ પાણીની બચત અને પાણીની સુરક્ષા બાબતે કરેલી અને કરવા લાયક કામગીરીઓ ની પ્રાથમિક માહિતી આપવા સાથે પાટણ જિલ્લામાં ચાલતા જળશક્તિ અભિયાન જેવા  કુદરતી ધરોહરને બચાવવા ના અભિયાનો મા યુવાનોએ સાથ સહકાર આપી જોડાવું જોઈએ વ્યક્તિગત રીતે પણ પર્યાવરણ અને પાણી ની સુરક્ષા કરવી એ બાબતે યુવાનોને જાગૃત કરવા માટે વાર્તાલાપ અને ગ્રુપ ચર્ચા ના માધ્યમથી પાણી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા પ્રયત્ન કરેલ હતા

  આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શંખેશ્વર કોલેજ ના આચાર્ય શ્રી ત્રિવેદી સાહેબ રાજુભાઈ દેસાઈ બાસ્પા કોલેજના ડોડીયા સાહેબ મૌલિકભાઈ તેમજ બીઆરએસ કોલેજ ઝીલીયા ના મુકેશભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈ દેસાઈ અને વસાવા સાહેબે ખૂબ સહયોગ કરેલ હતો

આગામી સમયમાં શક્તિ અભિયાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે યુવાનો સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે એવું રિલાયન્સ ફાઉન્ડેશન ના ટીમલીડર નિરપતસીંગ કિરાર ની યાદીમાં જણાવેલ છે

 

(1:19 am IST)