Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પદ્મશ્રી ડો. તેજસ પટેલ, સુધીર શાહ સહિત 35 ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

પ્રદેશ પ્રમુખે ડો તેજશ શાહ, ડો સુધીર શાહ ડો અનિલ જૈન સહિતના ભાજપમાં આવકાર્યા

ગાંધીનગરઃ વિવિધ ક્ષેત્રના પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાવા લાગ્યા છે તાજેતરમાં કલાકારો ભાજપમાં જોડાયા હતા.બાદ  હવે મેડિકલ ક્ષેત્રના પ્રસિદ્ધ ડોક્ટરો ગુજરાત ભાજપમાં જોડાયા છે. સંગઠન પર્વ અંતર્ગત કલાકારો બાદ ડોક્ટરો ભાજપમા જોડાયા છે. જેમાં પદ્મશ્રી મેળવેલા બે ડોક્ટરો સહિત 30થી વધારે ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
    ભાજપના પ્રદેશ પ્રમુખે ડો તેજશ શાહ, ડો સુધીર શાહ ડો અનિલ જૈન, ડો કૌસ્તુભ પટેલ, ડોક્ટર નાગપાલ, ડો અતુલ મુનશી, ડો અનિરુધ શાહ સહિત 30થી વધારે ડોક્ટરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. અન્ય ડોક્ટરોની વાત કરીએ તો ડો સપન પંડ્યા, ડો હેમંત પટેલ, ડો ભરત પટેલ, ડો રક્ષીત, ડો જય કોઠારી, ડો જગદીપ શાહે ભગવો ધારણ કર્યો છે

(8:56 am IST)
  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST