Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રાજ્ય સરકારે 407 લાખની કેશડોલ અને 632 લાખની ઘરવખરી સહાય ચૂકવી

અસરગ્રસ્ત 8 લાખ લોકોને ફૂડ પેકેટનું વિતરણ ;પુરમાં ફસાયેલા 195 લોકોને એરલિફ્ટ કરાયા

અમદાવાદ : રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત બે લાખ બાવીસ હજાર જેટલા વ્યક્તિઓને 407 લાખની કેશડોલ ચૂકવી છે. જ્યારે 632 લાખની ઘરવખરી સહાય ચુકવી છે રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયામાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ થયો. જેને કારણે ઘણા શહેરો અને ગામડાઓમાં પાણી ભરાયા હતા. હજારો લોકો કેડ સમાથી પણ વધુ પાણીમાં ફસાયા હતા. અનેક લોકો પૂર પ્રકોપનો ભોગ બનતાં હાલાકીમાં મુકાયા હતા.
   રાજ્ય સરકારે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ સહાય કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ૧૦ જિલ્લાના ૨ લાખ ૨૨ હજાર ૪૮૭ વ્યક્તિઓને રૂ.૪૦૮ લાખની કેશડોલ ચૂકવી, તો પાંચ જિલ્લામાં ૬૩૨ લાખની ઘર વખરી સહાય ચૂકવાઇ. ૨૦ જિલ્લામાં ૫૯ હજાર ૪૪૮ નાગરિકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયાં હતા.
    એનડીઆરએફની 24 અને એસડીઆરએફની 11 ટીમોએ બચાવ અને રાહતની કામગીરી કરી હતી. અસરગ્રસ્ત નાગરિકોને ૮ લાખથી વધુ ફુડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું. નવસારી, સુરત, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છમાં પૂરના પાણીમાં ફસાયેલામાંથી 195 વ્યક્તિઓને એરલીફ્ટ કરાયા હતા.

(10:11 pm IST)