Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

નેનાવા ચેકપોસ્ટથી ટ્રકમાં સિમેન્ટની બોરીમાં સંતાડેલ 3 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીનો વધુ એક પર્દાફાશ થયો છે રાજસ્થાનથી રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ઠાલવવા બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લો પ્રવેશદ્વાર બન્યા છે ધાનેરા પોલીસે  3 લાખથી વધુ રકમનો દારૂ ઝડપી લેતા ચકચાર મચી ગઇ છે. રાજસ્થાનથી ગુજરાતની હદમાં આવતી ચેકપોસ્ટ પસાર કરી ટ્રક નેનાવા પાસે બે શખ્શો સાથે ઝડપાઇ ગઇ હતી.

 આ અંગેની વિગત મુજબ ધાનેરા પોલીસને બાતમી મળતા ટ્રકમાં મોટા લોટ સાથે લાખોની રકમનો દારૂ આવતો હોવાનું ધ્યાને આવતા ટીમ બનાવી હતી. બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ પરથી ગુજરાતની ટ્રકમાં સિમેન્ટની ઇટો નીચે સંતાડીને દારૂની હેરાફેરી થતી હોવાનું ઝડપાયુ છે.

  પોલીસે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રકની તપાસ કરતા વિદેશી દારૂની મોંઘીદાટ 65 પેટીઓ પકડી પાડી હતી. તપાસ દરમ્યાન પોલીસે 3 લાખ 12 હજારનો દારૂ અને પાંચ મોબાઇલ કબ્જે કર્યા હતા.

(8:43 pm IST)