Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ટોકટોકે નર્સનો લીધો ભોગ : પ્રાતીજની નર્સે ડોક્ટરનું આઈકાર્ડ બનાવી વિડિઓ અપલોડ કરતા સસ્પેન્ડ

આરોગ્ય વિભાગ કાર્યવાહીના મૂડમાં :તપાસ માટે કમિટીની રચના કરી

રાજ્યમાં દિવસેને દિવસે ટિકટોક વીડિયોનો ક્રેઝ વધતો જાય છે.તાજેતરમાં રાજ્યના અનેક પોલીસકર્મીના ટિકટોક વિડિયો સામે આવી ચૂક્યા છેઆ મામલે ઉચ્ચ અધિકારીઓએ પગલા પણ લીધા હતા. પોલીસ બાદ હવે સરકારી તબીબોને ટીકટોકનો વાયરો લાગ્યો છે. પ્રાતિજના સલાલ આરોગ્ય વિભાગમાં કામ કરતા નર્સનો એક વીડિયો વાયરલ થયો છે. જે ચાલુ ફરજે રેકોર્ડ કરેલો છે. નર્સ હોવા છતાં ડોક્ટરનું આઈકર્ડ બનાવ્યું હતું. આરોગ્ય વિભાગને આ બાબત ધ્યાને આવતાં આ નર્સને સસ્પેન્ડ કરી છે. આ મામલે તપાસ માટે કમિટીની રચના કરી છે.

(8:19 pm IST)
  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST