Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વઘઇ પીએસઆઈ નયનાબેન વસાવાનું માનવતાવાદી કાર્ય :માનસિક અસ્થિર મહિલાની દેખભાળ કરીને પરિવારને સોંપ્યા

વધઈ પીએસઆઇ નયનાબેન વસાવાએ માનવતાવાદી કાર્ય કરીને પોલીસ પરિવારનું ગૌરવ વધારેલ છે ભેંશકાત્રીથી કાલીબેલ જતા ત્યાં રખડતા ભટકતા બહેન જેનું નામ સાયબા છે.જે માનસિક અસ્થિર હોય જેમનેવઘઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. નયનાબેન વસાવા તેમજ સાથી મિત્રો દ્વારા પ્રેમપૂર્વક સમજાવી વ્હાલ કરી. અને પાસેની નદીએ જઈને જાતે જ વાળ કાપીને નવડાવીને ચોખ્ખી કરીને નવા કપડાં પહેરાવી .સાયબા બહેનને તેમના ઘર કોલબારી જંગલની અંદર ઘર સુધી જાતે જ  તેમના પરિવારને સોંપીને તેમજ સ્નેહપૂર્વક સમજાવી તેમની દેખભાળ રાખવાં સૂચન કરેલ હતું નયનાબેન વસાવાએ માનવતાની મહેક પ્રસરાવી ડાંગ જિલ્લા પોલીસ તેમજ સમગ્ર રાજ્ય પોલીસ પરિવાર નું સન્માન અને ગૌરવ વધારેલ છે..

(7:31 pm IST)