Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુરતના અશ્ર્વનીકુમાર સ્મશાનગૃહએ પ્રદુષણ અટકાવવા અનોખી પહેલ:દેશનું સૌપ્રથમ સૌર ઉર્જા સ્મશાનગૃહ બન્યું

સુરત: સ્મશાન ગૃહમા લાવવામા આવતા મૃતદેહોને બાળવા માટે ગેસ ચેમ્બર કે પછી લાકડાના ચૂલાનો ઉપયોગ થયો હોય છે જો કે આ બંને પધ્ધતિથી પર્યાવરણમા પ્રદુષણ પણ થતુ હોય છે. જેને લઇને હવે પર્યાવરણમા જતન માટે સુરતના કતારગામ વિસ્તારમા આવેલા અશ્ર્વનીકુમાર સ્મશાનગૃહએ એક અનોખી પહેલ શરુ કરી છે.  દેશમા સૌ પ્રથમ વખત સ્મશાનગૃહમા જ સૌર ઉર્જા લગાવવામા આવી છે.

   આ સૌર ઉર્જાનો ઉપયોગ સ્મશાન ગૃહના તમામ વીજળીના સાધનો તેમજ ગેસ ચેમ્બરના સંચાલન માટે લેવામા આવશે,સૌર ઊર્જાના ઉપયોગને કારણે સ્મશાનગૃહમાં વર્ષે 2400 કિલો વોટ વીજળીનો બચત થશે. આશરે ૧૩ લાખથી વધુના ખર્ચે સ્મશાનગૃહ ખાતે સોલાર એનર્જી પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન પણ થઈ ગયું છે

   ગોલ્ડી ગ્રીન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામા આવી છે. નારાયણ ટ્રસ્ટ સંચાલિત અશ્વનિકુમાર સ્મશાનગૃહમાં રોજ સરેરાશ ૩૦ થી ૩૫ વ્યક્તિ નો અંતિમ સંસ્કાર થાય છે. વર્ષે આશરે 11,000 વ્યક્તિ ના અંતિમ સંસ્કાર અશ્વનિકુમાર સ્મશાન ગૃહમાં વિનામૂલ્યે કરવામાં આવે છે

(8:34 pm IST)