Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ક્યાં ક્યાંથી લોકો આવશે...

આમરણાંત ઉપવાસને લઇને હાર્દિક ઉત્સાહિત

અમદાવાદ, તા.૧૪ : પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે તા.૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની કરેલી જાહેરાત અનુસંધાનમાં આજે ૧૩ દિવસના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. કયા દિવસે ક્યાં ક્યાંથી લોકો આવશે.

*      તા.૨૫-૮-૨૦૧૮- સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ હાજર રહેશે

*      તા.૨૬-૮-૨૦૧૮-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાર્દિક પટેલને રક્ષા બંધન નિમિત્તે રાખડી બાંધવા આવશે. ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઉંઝા, ભાણવડ, ચાણસ્મા

*      તા.૨૭-૮-૨૦૧૮-માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામનગર

*      તા.૨૮-૮-૨૦૧૮- મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ, પ્રાંતિજ

*      તા.૨૯-૮-૨૦૧૮- ટંકારા, મોરબી, માળીયા, પડધરી,હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર, જામકંડોરણા

*      તા.૩૦-૮-૨૦૧૮- જુનાગઢ, સોમનાથ, ગિર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઠી, સાવરકુંડલા, બગસરા,ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા, કુંકાવાવ,

*      તા.૩૧-૮-૨૦૧૮- ભાવનગર, ઘોઘા,સિંહોર, ગારિયાધાર, પાલીતાણા, સુરત, તળાજા, મહુવા

*      તા.૧-૯-૨૦૧૮- બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારિયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર, દહેગામ

*      તા.૨-૯-૨૦૧૮- અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા, લીંબડી

*      તા.૩-૯-૨૦૧૮-સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા, ધનસુરા.

*      તા.૪-૯-૨૦૧૮- કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલ્લભીપુર,ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા, વડોદરા.

*      તા.૫-૯-૨૦૧૮- કપડવંજ, વિરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, રાજપીપળા

*      તા.૬-૯-૨૦૧૮-ભરૂચ, જંબુસર. આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ, અંકલેશ્વર

(7:24 pm IST)