Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વિજયનગરમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા: તંત્રની આંખ ઉઘાડવા ગામ બંધ કરાયું

હિંમતનગર:પછાત વિસ્તારામાં આવેલા વિજયનગર શહેરમાં રહેતા લોકો ગંદકીથી તોબા પોકારી ગયા છે ત્યારે તેનાથી કંટાળીને ગ્રામ સમીતી તથા વેપારી મંડળ ધ્વારા તંત્રની આંખો ઉગાડવા તથા આ ગંદકી સત્વરે દુર થાય એ આશયથી સોમવારે બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.અને વિજયનગર સજ્જડ બંધ રહ્યુ હતુ. 
આ અંગે ગ્રામવિકાસ સમીતી અને સ્થાનિક વેપારી એસોશિએશનના જણાવાયા મુજબ પછાત વિસ્તારામાં આવેલ વિજયનગરએ તાલુકા મથક હોવાને કારણે તાલુકાના ગામડાઓમાંથી લોકો રોજબરોજ વિજયનગરમાં કામ અર્થે આવે છે. પરંતુ ગામના વિવિધ વિસ્તારોમાં આવેલ રોડ પર ગંદુ પાણી સતત વહેતુ હોવાને કારણે માંખી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પરંતુ સ્થાનિક તંત્ર ધ્વારા પ્રજાના આરોગ્યની સુખાકારી માટે કોઈ હકારાત્મક કાર્યવાહી થઈ નથી.

(5:25 pm IST)