Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુરતની કાપડ બજારમાં વેપારી પાસેથી 1.5 કરોડનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:રીંગરોડ રતન ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા પરવત પાટીયાના વેપારી પાસેથી પલસાણા સ્થિત સુઝુકી ડાઈંગ મિલના સંચાલકોએ રૂ. 99.58 લાખનું ગ્રે કાપડ ખરીદી રૂ. 39.45 લાખ ચૂકવ્યા બાદ બાકીના રૂ. 6૦.12 લાખ ચૂકવ્યા ન હતા અને વધુ ગ્રે કાપડ ઉધારમાં ખરીદવા વેપારીને બોગસ એનઈએફટી વ્હોટ્સએપ કરી છેતરપીંડી કરી હતી. જ્યારે અન્ય બનાવમાં રઘુનંદન ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારીએ એમ્બ્રોઈડરી જોબવર્કના રૂ. 44.64 લાખ ન ચૂકવી છેતરપીંડી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરવત પાટીયા પ્રમુખ આરણ્યા એપાર્ટમેન્ટ બી/4/41 માં રહેતા મનીષકુમાર સંપતરાજ સીંઘવી રીંગરોડ રતન ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ગ્રે કાપડનો વેપાર કરે છે. સુરત જીલ્લાના પલસાણા ચાર રસ્તા પાસે ડીસન્ટ હોટલની પાછળ પ્લોટ નં. 494/6 માં આવેલી સુઝુકી ડાઈંગના સંચાલકો રવિ રાજેન્દ્રપ્રસાદ ઈનાની(મહેશ્વરી), રાજેન્દ્રપ્રસાદ મહેશ્વરી, રત્નેશ્વરકુમર મહેશ્વરી (ત્રણેય રહે, મૂળ ભીલવાડા, રાજસ્થાન, હાલ અંધેરી (વેસ્ટ), મુંબઈ), શ્રેયાંસ સુનીલ જૈન, કૈલાશચંદ જેકલીયા(જૈન)(બંને રહે, ભીલવાડા, રાજસ્થાન) એ ગત 29 મે, 217 થી 14 જૂન 217 દરમિયાન મનીષકુમાર પાસે કુલ રૂ. 99,58,54 ની મત્તાનું ગ્રે કાપડ 2૦ દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વાયદો કરી ઉધારમાં ખરીદયું હતું.

તે પૈકી રવિ ઈનાનીએ રૂ. 39,45,659 નું પેમેન્ટ કર્યુ હતું પરંતુ બાકીની રકમ પૈકી રૂ. 5૦ લાખના અલગ-અલગ ચેકો આપ્યા હતા જે રીટર્ન થયા હતા. તે સમયગાળામાં જ રવિ ઈનાનીએ વધુ ગ્રે કાપડ ઉધાર ખરીદવા મનીષકુમારને બોગસ એનઈએફટી રસીદ બનાવી વ્હોટ્સએપ પણ કરી હતી.

(5:25 pm IST)