Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દહેગામમાં ટ્રાફિક જમણી સમસ્યાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

દહેગામ:શહેરમાં ટ્રાફિકની સમસ્યા જોવા જઇએ તો અમદાવાદના રીલીફ રોડ કરતાં પણ કદાચ વધારે હશે.દહેગામના ઔડા તળાવથી લઇ પોલીસ ચોકી વિસ્તાર અને છેક નાંદોલ ચોકડીથી લઇ શિવશક્તિ કોમ્પ્લેક્ષ સુધી ગેરકાયદેસર પાર્કિંગ, ડમ્પરોના સ્ટેન્ડ, પેસેન્જર જીપોના સ્ટેન્ડ, રીક્ષાઓના સ્ટેન્ડ અને લારીઓ દ્વારા આ ચાર માર્ગીય રસ્તાને માત્ર સીંગલ પટ્ટી રોડ રહેવા દીધી છે.
ચાલતા લોકો બાઇકો, ડમ્પરો, પ્રાઇવેટ સાધનો રીક્ષાઓ અને જિપોનો એટલો બધો ટ્રાફિક સર્જાય છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 10 થી વધુ લોકોએ અહીંયા જીવ ગુમાવ્યો હશે. જે સ્થળ પર ચાલવું પણ મુશ્કેલ હોય તે સ્થળ પર કોઇ પોતાનો જીવ ગુમાવે આપ કલ્પના કરી શકો છો કે કેટલી હદ સુધી ટ્રાફિક હશે. અધૂરામાં પુરું તાલુકા સેવા સદન બનવાથી અને બસ સ્ટેન્ડ ગામની વચ્ચો વચ હોવાથી સવારના અને સાંજના સમયે અનહદ ટ્રાફિક સર્જાય છે.

 

(5:24 pm IST)