Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

આણંદ રૂરલ પોલીસે નાપાડ વાટામાં જુગાર રમતા 11 શખ્સોને 26 હજારની મતા સાથે ઝડપ્યા

આણંદ : આણંદ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, નાપાડવાંટા વિસ્તારમાં ખારાકૂવા મસ્જિદ પાસે ગામના લતીફખાન રાઠોડ તથા ભોલો ચીમનભાઈ દરબાર પોતાના ફાયદા માટે બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. બાતમી આધારે પોલીસે આજે બપોરે રેઈડ પાડતા ૧૧ શખ્સો રંગે હાથ ઝડપાયા હતા. જેમાં મોબીનખાન ફકરૂદ્દીન રાઠોડ, હમીદખાન દીપસીંગ, ઈમરાન અખ્તર, અરવિંદ ખુશાલભાઈ મકવાણા, ઈકબાલ અન્વરખાન રાઠોડ, ધ્રુવ સુરેશભાઈ પટેલ, અકબરખાન ગોહેલ, સોહિલ ઉદેસીંગ રાઠોડ, વિજય ગોહેલ સહિતના પાસેથી હારજીત જુગારના સાધનો સહિત રૂ. ર૬ હજારની મત્તા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:22 pm IST)