Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

આણંદમાં પશુચોરની ટોળકી સક્રિય: નજીકની સોસાયટીમાંથી વધુ બે ગાયોની ઉઠાંતરી કરવામાં આવી

આણંદ:શહેરમાં પુન: પશુ ચોર ટોળકી સક્રિય બની છે. જેમાં પશુપાલકો દ્વારા રોડ પર રેઢાં મૂકાતા પશુઓને આવી ટોળકીઓ આબાદ નિશાન બનાવી રહી છે. ગત મધ્યરાત્રિએ આણંદમાં પશુ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ઇકો કારમાં આવેલા પાંચ શખ્સો બે ગાયોની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા. 
મળતી માહિતી મુજબ ગત રાત્રીની વહેલી પરોઢે આણંદમાં જિલ્લા કલેક્ટર નિવાસ પાછળ આવેલ મેઘદૂત સોસાયટીના નાકા ઉપર ગાયોનું ધણ નિરાતે બેસી રહ્યું હતું. ત્યારે ઈકો કારમાં સવાર પાંચ જેટલા શખ્સો આવી ચઢ્યા હતા અને ટોળામાં બેઠેલી બે ગાયોને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન માર્યું હતું. જેથી બે ગાયો સ્થળ ઉપર અર્ધ બેભાન અવસ્થામાં મુકાઈ ગઈ હતી. જેનો લાભ લઈ મિનિટોની ગણતરીમાં જ ગાયોને ઈકો કારમાં બળજબરીપૂર્વક ઘોંસીને ઉઠાવી ગયા હતા. 
આ અંગે નજરે જોનાર સ્થાનિક રહીશ દ્વારા હો હા કરવા છતાં પશુ ચોર ટોળકી ભાગી જવામાં સફળ રહી હતી.

(5:22 pm IST)