Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કઠલાલ પોલીસે કાઠીપુરામાં દરોડા પાડી પાંચની ધરપકડ કરી

કઠલાલ: પોલીસે મળેલ બાતમી આધારે કાઠીપુરામાં જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઈ ભેમાભાઈ ડાભી, રમેશભાઈ પુનમભાઈ ઝાલા, ભરતભાઈ મણીભાઈ, જયંતિભાઈ પ્રતાપભાઈ તેમજ ધરમસિંહ વજેસિંહ ડાભીનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો, પત્તા પાના દાવ ઉપરથી રૂ. ૧૪૫૦ તથા અંગજડતીમાં રૂ. ૨૫૨૫૦ મળી કુલ રૂ. ૨૬૭૫૦ કબજે કર્યા હતા. બનાવ અંગે કઠલાલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:21 pm IST)